ETV Bharat / city

માસ્ક પહેરીને પણ ધુળેટી રમવાથી કોરોના સંક્રમણ થવાની ભીતી છેઃ મનપા કમિશ્નર બંછાનિધિ પાની - ધુળેટીનો પર્વ

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હોળીના પર્વને લઈને અગત્યની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેના લીધે હોળી પ્રગટાવવાની છૂટ શહેરીજનોને આપવામાં આવી છે, પરંતુ જાહેરમાં ધુળેટી રમવા સરકારી પ્રતિબંધ મૂકાયા છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે જાહેરમાં કોઇ શહેરીજનો ધૂળેટી રમી શકશે નહીં એટલું જ નહીં માસ્ક પહેરીને પણ ધુળેટી રમવાથી કોરોના સંક્રમણ થવાની ભીતી છે.

માસ્ક પહેરીને પણ ધુળેટી રમવાથી કોરોના સંક્રમણ થવાની ભીતી છેઃ મનપા કમિશ્નર બંછાનિધિ પાની

author img

By

Published : Mar 25, 2021, 9:11 PM IST

  • સુરતમાં ધુળેટી પર પ્રતિબંધ
  • સરકારે ધુળેટી રમવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે
  • ગાઇડલાઇનનું પાલન કરવા મનપા કમિશ્નરે અપીલ કરી
  • જાહેરમાં કોઇ શહેરીજનો ધૂળેટી રમી શકશે નહીંઃ મનપા કમિશ્નર
  • માસ્ક પહેરીને પણ ધુળેટી રમવાથી કોરોના સંક્રમણ થવાની ભીતી છે

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર

સુરતઃ કોરોના કાળમાં જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, ભાદરવી પૂનમની પદયાત્રા, નવરાત્રી, દિવાળી, મકરસંક્રાંતિ પછી સરકારે હોળી-ધૂળેટીના તહેવારો પર ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્ય ગૃહ વિભાગે બુધવારે જાહેર કરેલા પત્રમાં કોવિડ-19 સંદર્ભે પ્રવર્તમાન ગાઈડલાઇન્સનું પાલન કરી 28મી માર્ચ અને રવિવારે હોળી પ્રગટાવવા પ્રદિક્ષણા સાથે સાથે ધાર્મિક વિધિ કરવા નાગરિકોને છૂટ આપવામાં આવી છે. જોકે 29 માર્ચને સોમવારે જાહેરમાં ધુળેટીની ઉજવણી ઉપર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યા છે. આ ગાઈડલાઈનનું સુરતમાં ચુસ્તપણે પાલન થાય આ માટે સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ લોકોને ઘરમાં રહી રંગની હોળી ઉજવવા અપીલ કરી છે.

જાહેરમાં કોઇ શહેરીજનો ધૂળેટી રમી શકશે નહીંઃ મનપા કમિશ્નર

સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે

સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરે રહીને હોળી પર્વની ઉજવણી કરે, ધુળેટી રમવા ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે, સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. જો લોકો માસ્ક પહેરીને પણ ધુળેટી રમવા ઈચ્છતા લોકોને બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ કે માસ્ક પાણી અને કલરથી જો ભીનો થાય તો પણ કોરોના સંક્રમણ થવાની શક્યતા હોય છે.

આ પણ વાંચોઃ ધુળેટી રમવા પર પ્રતિબંધ થતાં કલર અને પિચકારીના હોલસેલના વેપારીઓની હાલત કફોડી બની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.