ETV Bharat / city

New initiative: સુરતમાં વન વિભાગે ઉદ્યોગોના સહયોગથી દરિયાકિનારે અઢી હજાર હેક્ટરમાં ચેરનું વાવેતર અને સંવર્ધન શરૂ કર્યું - ઈન્ટરનેશનલ ડે ફોર ધી કંઝરવેસન ઓફ મેંગ્રોવ ઇકો સિસ્ટમ

દરિયાકાંઠા અને સજીવ સૃષ્ટિના રક્ષણ માટે ખૂબ અગત્યના ચેરના જંગલોની સુરક્ષાની જાગૃતિ કેળવવા, તેમાં લોક સહયોગ જોડવા અને લોકોને તેની અગત્યતા અને અમૂલ્યતા સમજાવવા દર વર્ષે 26મી જુલાઈએ ઈન્ટરનેશનલ ડે ફોર ધી કન્ઝરવેશન ઓફ ધી મેન્ગ્રુવ ઈકો સિસ્ટમ (International Day for the Conservation of the Mangrove Ecosystem) એટલે કે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે સુરતમાં વન વિભાગે ઉદ્યોગોના સહયોગથી દરિયાકિનારે અઢી હજાર હેક્ટરમાં ચેરનું વાવેતર અને સંવર્ધન શરૂ કર્યું છે.

New initiative: સુરતમાં વન વિભાગે ઉદ્યોગોના સહયોગથી દરિયાકિનારે અઢી હજાર હેક્ટરમાં ચેરનું વાવેતર અને સંવર્ધન શરૂ કર્યું

author img

By

Published : Jul 26, 2021, 10:23 AM IST

  • ઈન્ટરનેશનલ ડે ફોર ધી કન્ઝર્વેશન ઓફ મેંગ્રોવ ઇકો સિસ્ટમ (International Day for the Conservation of the Mangrove Ecosystem) ચેરના જંગલોના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
  • ગુજરાતમાં દરિયા કાંઠાની રક્ષા કરતા આ વૃક્ષ અને તેની ઝાડીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે
  • આ વનસ્પતિએ દરિયાકાંઠાના ખારા પાણી અને કાદવિયા જમીનમાં ઉગતી એક માત્ર વૃક્ષ પ્રજાતિ છે

સુરતઃ દરિયાકાંઠા અને સજીવ સૃષ્ટિના રક્ષણ માટે ખૂબ અગત્યના ચેરના જંગલોની સુરક્ષાની જાગૃતિ કેળવવા, તેમાં લોક સહયોગ જોડવા અને લોકોને તેની અગત્યતા અને અમૂલ્યતા સમજાવવા દર વર્ષે 26મી જુલાઈએ ઈન્ટરનેશનલ ડે ફોર ધી કન્ઝરવેશન ઓફ ધી મેન્ગ્રુવ ઈકો સિસ્ટમ એટલે કે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે સુરતમાં વન વિભાગે ઉદ્યોગોના સહયોગથી દરિયાકિનારે અઢી હજાર હેક્ટરમાં ચેરનું વાવેતર અને સંવર્ધન શરૂ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો (UNO) દ્વારા યુનેસ્કો (UNESCO)ના માધ્યમથી 26મી જુલાઈએ તેની ઉજવણી વર્ષ 2016થી કરવામાં આવી રહી છે. આ વર્ષે સોમવાર 26મી જુલાઈએ છઠો વિશ્વ ચેર સંરક્ષણ દિવસ કેર અવર અર્થ એટલે કે આપણી ધરતી માતાની કાળજી લઈએના હાર્દ રૂપ વિષય હેઠળ ઉજવાશે.

આ પણ વાંચોઃ કચ્છમાં 20 વર્ષીય યુવતી બની સરપંચ, કુનરીયા ગામમાં બાલિકા પંચાયતની રચના

આ વનસ્પતિએ દરિયાકાંઠાના ખારા પાણી અને કાદવિયા જમીનમાં ઉગતી એક માત્ર વૃક્ષ પ્રજાતિ છે

આણંદ, ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ચેર જોવા મળે છે

ચેરના જંગલો દેખાવમાં ભવ્ય હોય છે અને દરિયા કાંઠાને લીલી આભા આપે છે. વિશ્વના કુલ જંગલોના માત્ર 0.4 ટકા વિસ્તારમાં આવેલા, દરિયા કાંઠાના આ સંરક્ષક જંગલો જળ વાયુ પરિવર્તન અટકાવવામાં ખૂબ ઉપયોગી છે એવો નિષ્ણાતોનો મત છે. વડોદરા દરિયા કિનારે નથી એટલે સ્વાભાવિક રીતે આ દરિયાઈ જંગલ આપણે જોયું ન હોય, પરંતુ નજીકના આણંદ જિલ્લાના, ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ચેર જોવા મળે છે અને ઉછેરના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ડીસાના રિક્ષા ચાલકની અનોખી પહેલ: સગર્ભા મહિલાઓને વિનામૂલ્યે આપે છે રીક્ષા સેવા

ચેર ઉછેર અને સંરક્ષણની યોજનાઓના સારા પરિણામો મળ્યા

વન વિભાગ (Forest Department) અને ગુજરાત ઈકોલોજી કમિશન (Gujarat Ecology Commission) જેવી સંસ્થાઓએ દરિયા કાંઠાની જમીનોમાં ચેરના ઉછેરના પ્રોજેક્ટ હાથ પર લીધા છે એવી જાણકારી આપતાં સુરતના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે જણાવ્યું હતું કે, સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અંદાજે 7,000 હેક્ટરમાં ચેરનો ઉછેર હાથ ધરવામાં આવ્યો છે. વન વિભાગે છેલ્લા ઘણાં વર્ષોથી ચેર ઉછેર અને સંરક્ષણની યોજનાઓ અમલમાં મૂકી છે, જેના સારા પરિણામો મળ્યા છે અને આ કામમાં લોક ભાગીદારી જોડી શકાઈ છે. ભારત સરકારના ફોરેસ્ટ સરવે ઓફ ઈન્ડિયા (Forest Survey of India) દ્વારા દર 2 વર્ષે ચેરના જંગલોના ઉછેરમાં મળેલી સફળતાનું આકલન કરવામાં આવે છે અને તેમાં ગુજરાતમાં સારો વિકાસ થયો છે એવી નોંધ લેવાઈ છે. રાજ્યનો વન વિભાગ તેને લગતી બુકલેટ પણ પ્રકાશિત કરે છે.

ચેરના વાવેતર, ઉછેર અને સંરક્ષણમાં લોકો સહભાગી બને

સુરતના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે જણાવ્યું હતું કે, એક નવી પહેલના રૂપમાં સુરત વિભાગમાં ઉદ્યોગોના સહયોગથી PPP મોડેલ હેઠળ લગભગ અઢી હજાર હેક્ટર કાંઠા વિસ્તારની જમીનમાં ચેરના વાવેતર અને ઉછેરનો પ્રોજેક્ટ ગ્રામ કક્ષાએ સમિતિઓ બનાવીને વન વિભાગના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે. વર્કશોપ (Workshop), સેમિનાર (Seminar) યોજીને, ગ્રામ પર્યાવરણ સમિતિ (Environment Committee)ઓના માધ્યમથી ચેરના વાવેતર, ઉછેર અને સંરક્ષણની લોકજાગૃતિ કેળવવામાં આવી રહી છે. દરિયા કાંઠાના પાણીમાં ઓટલા બેડ બનાવીને ચેર ઉછેરવામાં આવે છે. આ ઉછરેલા ચેરના બીજ ઓટના જળ પ્રવાહની સાથે દરિયામાં જાય છે. એટલે દરિયા તરફ નવા વૃક્ષો આપો આપ ઊગે છે અને વધે છે. એવો અંદાજ છે કે, દર વર્ષે 5થી 7 ટકા રિજનરેશન થાય છે. એટલે ચેરના વાવેતર, ઉછેર અને સંરક્ષણમાં લોકો સહભાગી બને તો રક્ષા કવચ જેવું આ જંગલ ઝડપથી વિકસે છે.

સુરતના કાંઠે એવિસેના મરીના અને સંલગ્ન પ્રજાતિઓ જોવા મળે છે

ચેરના જંગલો અને તેને આધારિત ઈકો સિસ્ટમ (Ecosystem) અદભૂત, ભવ્ય, વિશેષ અને થોડા નુકશાનથી જોખમમાં મૂકાય તેવી નાજુક છે. ભારતમાં પશ્ચિમ બંગાળ પછી ગુજરાત આ ચેર જંગલોની સારી એવી સંપદા ધરાવે છે. ગુજરાતમાં કચ્છમાં તે સહુથી વધુ પ્રમાણમાં છે. સુરતના કાંઠે એવિસેના મરીના અને સંલગ્ન પ્રજાતિઓ જોવા મળે છે. દરિયા કાંઠા માટે આ વનસ્પતિ સુરક્ષા કવચનું કામ કરે છે. ધરતી પરના જંગલો જેટલા જ અગત્યના આ દરિયાઈ જંગલો છે, જેની સાચવણી ખૂબ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.