ETV Bharat / city

દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર

સુરતના કચરાનું રિસાયકલ કરી અનેક વસ્તુઓ અને ઉર્જા ઉતપન્ન કરવા અંગે વાત આપે અનેકવાર સાંભળી હશે. પરંતુ કચરા પર બગીચો બનાવવાની અજાયબી સુરત મહાનગર પાલિકાએ કરી બતાવી છે. સુરતમાં મોટા પ્રમાણમાં એકત્ર થતા કચરાને સાઈટ પર એકત્ર કરવામાં આવે છે. દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર કરવામાં આવ્યું છે.

દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર
દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર
author img

By

Published : Feb 19, 2020, 4:27 PM IST

Updated : Feb 19, 2020, 4:35 PM IST

સુરતઃ મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચો જોઈ લોકોને આ અન્ય બગીચાની જેમ સામાન્ય બગીચો જ લાગશે. પરંતુ આ બગીચાની ખૂબી સાંભળી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો કારણે કે શહેરમાંથી ખજોદ ખાતે ઠલવાયેલ લાખો ટન કચરા પર બગીચો તૈયાર થયો છે. સુરત મહાનગર પાલિકાએ દેશનો પ્રથમ કચરા પર બગીચો તૈયાર કર્યો છે. કચરાના નિકાલની જગ્યાએ નવસાધ્ય કરી બગીચો બનાવવામાં આવ્યો છે. રૂપિયા 100 કરોડના ખર્ચે સમગ્ર કામગીરી પાર પડવામાં આવી. 6 લાખ 12 હજાર ચોરસ મીટર જગ્યામાં ધનકચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો અને બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સુરત ખજોદમાં 14 વર્ષ સુધી કચરો દાટવામાં આવ્યો તે જગ્યા પાલિકાએ નવસાધ્ય કરી બગીચો બનાવી દીધો છે. ખજોદમાં 30 હેકટર જગ્યામાં કચરાની ઉપર બગીચો વિકસાવવામાં આવ્યો છે.

દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર
કચરા નિકાલની જગ્યા નવસાધ્ય કરી બગીચો બનાવવામાં પાલિકા દેશમાં પ્રથમ છે. આ જગ્યાને નવસાધ્ય કરવા બગીચો બનાવ્યા બાદ તેના જતન માટે વૈજ્ઞાનિક ઢબે પાર પાડવામાં આવી છે. 60 પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે. પાલિકા 2001થી ખજોદમાં ઘનકચરાનો નિકાલ કરે છે. 60 હેક્ટર જગ્યામાં પથરાયેલા કચરાને 30 હેકટર જગ્યામાં લાવી તેની પર પીળી માટી નાખી બગીચો બનાવવામાં આવ્યો છે. આ જગ્યા અને દીવાલથી કવર કરવામાં આવી છે, જમીનની અંદર રહેલા કચરામાંથી ગેસ પેદા થાય તેવા સંજોગોમાં ગેસના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પીડી માટી પર બગીચો બનાવ્યા બાદ તેના જતન માટે પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે.આ ફુવારામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી વપરાય રહ્યું છે, કચરાની જગ્યાને નવસાધ્ય કરવાની આ કામગીરી થકી પાલિકાને 30 હેક્ટર જગ્યા નવી મળી છે, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે ક્લોઝર કરવાની કામગીરી દેશમાં પ્રથમ વખત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે કચરામાંથી તૈયાર કરવામાં આવેલા બગીચાને કોલેજો અને શાળાના વિદ્યાર્થીઓને પણ બતાવવાની તૈયારી પાલિકાએ કરી છે.

Last Updated : Feb 19, 2020, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.