ETV Bharat / city

સુરતઃ દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા પાડોશીએ 10 વર્ષીય બાળકીની કરી હત્યા - ક્રાઈમ ન્યૂઝ

પાંડેસરામાંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાને લઈ તપાસ કરતા સામે આવ્યું કે દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા પાડોશીએ જ 10 વર્ષીય બાળકીની હત્યા કરી દીધી હતી. આ ઘટનાને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તેમ છતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઇ કેન્ડલ માર્ચ કાઢી આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી.

s
ds
author img

By

Published : Dec 9, 2020, 2:17 PM IST

પાંડેસરામાંથી મળ્યો બાળકીનો મૃતદેહ

દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા પથ્થર મારી કરી હત્યા

પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરત: પાંડેસરામાંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાને લઈ તપાસ કરતા સામે આવ્યું કે દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા પાડોશીએ જ 10 વર્ષીય બાળકીની હત્યા કરી દીધી હતી. આ ઘટનાને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તેમ છતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઇ કેન્ડલ માર્ચ કાઢી આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી.

અવવારું જગ્યાએથી મળી આવ્યો મૃતદેહ

પાંડેસરામાંથી રહસ્મય સંજોગોમાં 10 વર્ષીય બાળકી ગુમ થઇ ગયી હતી. મોડી સાંજે બાળકીનો મૃતદેહ ઉધના બીઆરસી નજીક આવેલી અવવારું જગ્યાએથી મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે કેટલાક લોકોને અટકાયતમાં લઇ પૂછપરછ શરુ કરી છે, તો બીજી તરફ બાળકીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો અશ્રુભીની આંખે જોડાયા હતા.

દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા પાડોશીએ 10 વર્ષીય બાળકીની કરી હત્યા
પથ્થર વડે કરાઈ બાળકીની હત્યાસુરતના પાંડેસરા વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે અને પતિ અને પત્ની બંને નોકરી કરતા હોવાથી તેઓની 10 વર્ષીય બાળકી તેઓના ભાઈના ઘરે રહેતી હતી. આ દરમિાન મંગળવારે બાળકી ગુમ થઇ ગયી હતી. સાંજે માતા પિતા બાળકીને લેવા માટે ગયા હતા પરંતુ બાળકી મળી આવી ન હતી. ઘણી શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પતો ન લગતા તેમણે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે મળ્યો બાળકીનો મૃતદેહ

પોલીસ તપાસ દરમિયાન ઉધના બીઆરસી નજીક આવેલી અવવારું જગ્યાએથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના માથા પર પથ્થ મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા પાંડેસરા વિસ્તારમાં એક ઈસમ બાળકી સાથે દેખાયો હતો. સીસીટીવી ફૂટેજમાં એક ઇસમ બાળકીને વડાપાંવ અપાવવાના બહાને દુકાને લઇ ગયા હતા અને ત્યારબાદ બાળકી ગુમ થઇ ગઈ હતી. ત્યાર બાદ મોડી રાત્રે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે કેટલાક આરોપીની ધરપકડ કરી છે.

આરોપી ને બાળકી મામા કહી બોલવાતી હતી

પોલીસ તપાસ અને એફ.એસ.એલ પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા આરોપીએ બાળકીની કરપીણ હત્યા કરી દીધી. ાખી હતી.900 ગ્રામ જેટલાનો પથ્થર લઈ બાળકીના માથા ઉપર વાર કરવામાં આવ્યો હતો. આરોપી બાળકીના પાડોશી છે. આરોપી બાળકીને મામા કહેતી હતી.

કેન્ડલ માર્ચ કાઢી આરોપીઓને કડક સજા થાય તેવી માંગ

બાળકીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં અનેક લોકો જોડાયા હતાં. તેમજ રાતે કેન્ડલ માર્ચ કાઢી આરોપીઓને કડક સજા થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

સુરતઃ ગુમ થયેલી બાળકી મૃત હાલતમાં મળી, અનેક લોકો જોડાયા અંતિમયાત્રામાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.