- NCP સમગ્ર ગુજરાતમાં ચૂંટણી લડશે
- સુરતમાં કર્યા 20 ઉમેદવારોના નામ જાહેર
- પત્રકાર પરિષદમાં આપી માહિતી
સુરત : શહેરમાં NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસકી અને મહિલા પ્રમુખ રેશ્મા પટેલની હાજરીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં NCP નપા, મનપા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સુરત શહેરમાં 30 વોર્ડમાં 120 બેઠક પર NCPએ કુલ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
NCP સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે
રવિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી અને મહિલા પ્રમુખ રેશ્મા પટેલે સમગ્ર ગુજરાતમાં NCP સમગ્ર ગુજરાતમાં નપા, મનપા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
NCP મહાનગરપાલિકાના ઉમેદવારોના નામોની યાદી
- હિતેશભાઈ વઘાસિયા વોર્ડ-2 (કોસાડ, મોટા વરાછા, કઠોર)
- રોહિતભાઈ તાળા વોર્ડ-3 ( વરાછા, સરથાણા, સીમાડા, લાસકાણા)
- રશીદ ભાઇ શેખ વોર્ડ-13 (વાડી ફનીયા, નવાપુરા-બેગમપુરા, સલાબતપુરા)
- અલ્પાબેન વઘાસિયા વોર્ડ-16 (પુણા પશ્ચિમ)
- હિતેશભાઈ પટેલ વોર્ડ-17 (પુણા પૂર્વ)
- રફીક ખાન વોર્ડ-18 (લીંબયાત, પર્વત કુંભારીયા)
- પઠાન અબ્દુલ્લા ખાન વોર્ડ-18 (લીંબયાત, પર્વત-કુંભારીયા)
- કૈલાશ ભાઈ ખટીલ વોર્ડ-19 (આંજણા, ડુંભાલ)
- હુમાયુભાઈ અન્સારી વોર્ડ-19 (આંજણા, ડુંભાલ)
- મન્સુરભાઈ ચશ્માવાલા વોર્ડ-20 (ખટોદરા, મજુરા, સગરામપુરા)
- નુરૂદીન શેખ વોર્ડ-20 (ખટોદરા, મજુરા, સગરામપુરા)
- સલમાબાનું ઇકબાલ મલેક વોર્ડ-21 (સોની ફળિયા, નાનપુરા, અઠવા પીપલોદ)
- પ્રમોદસિંહ રાજપુત વોર્ડ-26 (ગોડાદરા, ડીંડોલી ઉત્તર)
- રીના દેવી પાંડે વોર્ડ-26 (ગોડાદરા, ડીંડોલી ઉત્તર)
- વાહીદ અલી ખાન વોર્ડ-28 (પાંડેસરા, ભેસ્તાન)
- રાધાબેન ગોયેન્કા વોર્ડ-29 (અલથાન, બમરોલી, વડોદ)
- રીતિકભાઈ મહાપાત્રા વોર્ડ 29 (અલથાન, બમરોલી, વડોદ)
- જયેશભાઇ ચૌધરી વોર્ડ-29 (અલથાન, બમરોલી, વડોદ)
- નજમાબેન ખાન વોર્ડ-30 (કનસાડ, સચિન, આભવા)
- આમેર શેખ વોર્ડ-30 (કનસાડ, સચિન, આભવા)