સુરતઃ અનલોક શરૂ થયા બાદ શહેરમાં ગુનાઓની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં આજય નામના બુટલેગરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.
મળતી માહીતી મુજબ, હત્યારાઓએ અજય નામના બુટલેગર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી અજયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
બુટલેગર પર જીવલેણ હુમલો થતાં અજયના સબંધીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અંગે જણાવ્યું કે, સોમવારે રાત્રીના સમયે ડીંડોલી મધુરમ સર્કર તરફ જતા રોડ પર અજય ઉર્ફે અજલો ઉર્ફે અરુણ પટેલની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પૈસાની લેતીદેતીના મામલે કરવામાં આવી છે. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના ઉધના વિસ્તારમાં 3 મહિના અગાઉ પણ કુખ્યાત બુટલેગર કાલુની હત્યા પણ મોડીરાત્રીએ કરવામાં હતી. જેમાં દારૂના ધંધાની હરીફાઈની ચર્ચા હતી. જો કે, પોલીસે ઝડપેલા આરોપીઓએ અંગત અદાવતનું કારણ જણાવ્યું હતું.
સુરતમાં થયેલી હત્યાની અન્ય ઘટનાઓ
આ પણ વાંચોઃ સુરતમાં મિત્રની રૂપિયાની લેતીદેતી મામલે વચ્ચે પડેલા યુવાનની હત્યા
સુરતના ભેસ્તાન આવાસમાં મિત્રની રૂપિયાની લેતીદેતીમાં વચ્ચે પડેલા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમા ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ યુવતીની છેડતી મુદ્દે સામસામે થયેલી અરજીની અદાવતમાં કરાઈ હત્યા
યુવતીની છેડતી મુદ્દે સામસામે થયેલી અરજીની અદાવત રાખી સુરતના આઠવા વિસ્તારમાં મોડી રાત્રે ધીંગાણું થયું હતું. જેમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં સામાન્ય બોલાચાલીએ એકનો જીવ લીધો
લાલ ગેટ વિસ્તારમાં મોડી રાત્રીના સમયે સામાન્ય બોલાચાલી બાદ હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. જો કે, કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે આરોપીઓના કોરોના રિપોર્ટ આવ્યા બાદ બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં પતિની હત્યા, પોલીસને પત્ની પર શંકા
પાંડેસરા વડોદગામ ખાતે આવેલી મહાવીર નગરના એક રૂમમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક પ્રેમલાલ ગુપ્તા મૂળ યુપીનો રહેવાસી છે અને પત્ની અને ત્રણ સંતાન સાથે રહેતો હતો. નકાબ પોસ 4 વ્યક્તિ ઘરમાં ઘૂસીને પ્રેમલાલનું ગળુ કાપી ફરાર થઈ ગયા હતા. સવારે 5 વાગ્યે પત્નીએ બુમાબુમ કરી મુકતા પાડોસીઓ દોડી આવ્યા હતા. પ્રેમલાલ શાકભાજીનો વેપારી અને ગેસ બોટલ રીપેરીંગનું કામ કરતો હતો. વારંવાર પતિ-પત્નીના ઝગડામાં પતિની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે.
આ પણ વાંચોઃ સુરત: પ્રેમ પ્રકરણમાં સમાધાન અર્થે બોલાવી યુવાનની હત્યા
સુરત શહેરના ડભોલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં સમાધાન અર્થે બોલાવી યુવાન પર અન્ય 2 શખ્સો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસે ફરિયાદ નોંધી 1 આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય 1 આરોપી ફરાર થઇ ગયો છે.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી એક વાર યુવાનની જાહેરમાં કરાઈ હત્યા
સુરત શહેરમાં દિન-પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ફરી એક વાર લિંબાયત વિસ્તારમાં જાહેરમાં 2 યુવાનો પર ચપ્પુ વડે હુમલો થયો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં એક યુવાનનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ તેમજ ઉપરી અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ લગ્નમાં સામાન્ય બાબતે યુવાનની હત્યાના કેસમાં 3ની ઘરપકડ
સુરતમાં મિત્રની બહેનના લગ્નમાં નાચવા બાબતે યુવાનની થયેલી હત્યા મામલે રાંદેર પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે ઝઘડો, બે ભાઈઓ પર હુમલો, 1નું મોત
સુરત શહેરમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલો ઝગડો હત્યા સુધી પહોંચ્યો હતો. ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં 2 ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો થયો હતો. હુમલામાં એકનું મોત અને બીજા યુવકને પગમાં સામાન્ય ઈજા થઈ હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં એક અઠવાડિયામાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, 24 કલાકમાં 2 મર્ડર
સુરતમાં ગત 24 કલાકમાં હત્યાની બીજી ઘટના પ્સામે આવી છે. ટેક્સટાઈલ માર્કેટના કાપડના વેપારીની હત્યા બાદ સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં રહેતા યુવકની અજાણ્યા શખ્સોએ સમી સાંજે તીક્ષ્ણ છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યાની ઘટના બાદ સલાબતપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. યુવકની હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં FREE FIRE ગેમ જીવલેણ બની, 11 વર્ષીય બાળકની હત્યા
FREE FIRE ઓનલાઇન ગેમના કારણે એક માસૂમને તેના જ પરિચિતે મોતને ઘાટ ઉતારી દીધો છે. સુરતમાં 11 વર્ષનો બાળક FREE FIREમાં કોઈન કલેક્ટ કરવા માટે પોતાના પૂર્વ મકાન માલિકના મોબાઈલમાં પરવાનગી વિના ગેમ રમી રહ્યો હતો. જેમાં આ બાળકે મકાન માલિકના કોઈન ગુમાવ્યા હતા. જેથી રોષે ભરાયેલા આરોપીએ માસૂમ બાળકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો છે.