સુરત: અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા (Murder Gujarati Motel Owner In America) કરવામાં આવી છે. ગોળી મારીને હત્યા કરવામાં આવેલ ગુજરાતીની ઓળખ 69 વર્ષીય જગદીશ પટેલ તરીકે કરવામાં આવી છે. જેઓ મૂળ સુરતના સચિનમાં આવેલ પોપડા ગામના રહેવાસી હતા. જગદીશ પટેલની હત્યા મોટેલના રૂમના ભાડા મુદ્દે કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Husband Killed Wife :સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી, શું છે મામલો જાણો
અમેરિકામાં ગુજરાતી મોટેલ માલિકની હત્યા : અમેરિકામાં ગન કલ્ચરનો ભોગ વધુ એક ગુજરાતી બન્યા છે. અમેરિકામાં રહેતા વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. જગદીશ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતા હતા અને ત્યાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનામાં મોટેલ ચલાવતા હતા. તેઓ વર્ષ 2007 થી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી પણ થઈ ગયા હતા તેમનો પુત્ર અને પુત્ર વધુ શિકાગોમાં તબીબી વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.
બે દિવસથી મોટેલના રૂમમાં રહેતો હતો શખ્સ : તારીખ 25 જૂન ના રોજ રાત્રિના સમયે તેઓ પોતાની ઓફિસમાં હતા તે સમયે મોટેલમાં રોકાયેલો એક વ્યકતિ તેમની ઓફિસમાં અચાનક આવીને મોટેલના રૂમ ભાડાને લઈ વિવાદ શરૂ કરી દીધો હતો. બે દિવસથી મોટેલના એક રૂમમાં રહેતો હતો અને તેણે ભાડું ન ચૂકવવા મુદ્દે માથાકૂટ પણ કરી હતી. એ વાત આટલી હદે ગઈ કે, આરોપીએ ગનથી એક ગોળી જગદીશ પટેલને માથામાં અને બીજી પેટના ભાગે મારી દીધી હતી. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ 30 મી જૂન ના રોજ તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: ઉદયપુર હત્યાકાંડના દોષિતોને હાઈ સિક્યોરિટી જેલમાં ખસેડવામાં આવ્યા