ETV Bharat / city

800 થી વધુ અર્ધવિસર્જિત રઝળતી દશામાંની પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી

છેલ્લા 3 વર્ષથી નદી-તળાવોમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને લોકોને ઘરમાં મૂર્તી વિસર્જન કરવાની અપિલ કરવામાં આવી હતી, પણ સુરતના કેટલાક વિસ્તારમાં દશામાની મૂર્તી રઝળતી હાલતમાં જોવા મળી હતી. સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્રારા આવી મૂર્તીઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું.

surat
800 થી વધુ અર્ધવિસર્જિત રઝળતી દશામાંની પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી
author img

By

Published : Aug 20, 2021, 9:31 AM IST

  • નહેરમાંથી અર્ધવીસર્જિત રઝળતી દેવી દશામાંની પ્રતિમાઓને બહાર કાઢી વિસર્જિત કરવામાં આવી
  • પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100 થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી
  • 800 થી વધુ પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી

સુરત : સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશીના નેજા હેઠળ આજ રોજ (ગુરુવાર) સુરતની પુણા, ડીંડોલી, ખરવાસા જેવા વિસ્તારોમાં આવેલી નહેરમાંથી અર્ધવીસર્જિત રઝળતી દેવી દશામાંની પ્રતિમાઓને બહાર કાઢી તેમજ રોડ ડિવાઈડર અને ફૂટપાથ પર મુકેલી કુલ 800 થી વધુ પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.

નદી-તળાવોમાં પ્રતિબંધ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે છેલ્લા 3 વર્ષથી પ્રતિમા નદી, તળાવોમાં વિસર્જન પર ચૂસ્ત પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા કરવામાં આવે છે, આ વખતે પણ પાલિકા કમિશનરે ઓવારાઓને બેરીકેડિંગ કરી સીલ કરવા આદેશ કરતાં ગત વર્ષની જેમ તાપી નદી પરના 32 ઓવારા સીલ કરાયા હતા અને બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અને લોકોને ઘર આંગણે જ પ્રતિમાઓનું વિસજર્ન કરવા અપીલ કરાઈ હતી. ત્યારે સુરતમાં કેટલાક લોકોમાં જાગૃતતા જોવા મળી હતી. તો કેટલીક જગ્યાએ લોકોએ નહેરમાં વિસજર્ન કર્યું હતું.

આ પણ વાંચો : અમેરિકી સંસદની બહાર વિસ્ફોટ ભરેલી ટ્રક મળતા સનસની

800 થી વધુ પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી

સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશીના માર્ગદર્શનમાં આજ રોજ(ગુરુવાર) સુરતની પુણા, ડીંડોલી, ખરવાસા જેવા વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવીસર્જિત રઝળતી દેવી દશામાંની પ્રતિમાઓને બહાર કાઢી તેમજ રોડ ડિવાઈડર અને ફૂટપાથ પર મુકેલી કુલ 800 થી વધુ પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ઉધના પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100 થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.

આ પણ વાંચો : વિદેશ પ્રધાને UNSC ને સલાહ આપી, વિશ્વએ આતંકવાદ સાથે સમાધાન ન કરવું જોઈએ

આવી રીતે ભક્તિ કરવી યોગ્ય નથી

સાંસ્કૃતિક રક્ષા સમિતિના સભ્ય કૃણાલ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે. અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ સ્થાપના કરવા જાગૃત કરતા આવ્યા છે. આજે પણ નહેરમાંથી માતાજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી. આવી રીતે ભક્તિ કરવી યોગ્ય નથી. આગામી સમયમાં ગણેશોત્સવમાં પણ લોકો માટીની મૂર્તિ ની સ્થપના કરે અને જે લોકો પીઓપીની મૂર્તિઓનું વેચાણ કરે છે તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.