- સમગ્ર રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી ખપાબ પરિસ્થિતિ
- લોકો સ્વૈચ્છિકપણે ઘરની બહાર ન નિકળે તે માટે શહેરમાં બેનરો લાગ્યા
- 'આઈ સપોર્ટ લોકડાઉન ગ્રુપ' દ્વારા લોકજાગૃતિ માટે લગાવવામાં આવ્યા બેનરો
સુરત: શહેરમાં જે રીતે કરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડોક્ટરો દ્વારા પણ લોકડાઉન કરવા માટેની ભલામણો કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરતમાં સ્વૈચ્છિક લોકડાઉન અને લોકજાગૃતિ માટે 5 હજારથી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે. સુરતના 'આઈ સપોર્ટ લોકડાઉન ગ્રુપ' દ્વારા આ પહેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતમાં 11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીની સારવાર માટે પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કર્યા
લોકો સામેથી જ કામ વગર બહાર ન નીકળે તે ઉદ્દેશ
કોરોનાની વકરતી સ્થિતિમાં લોકો કામ વગર લટાર મારવા ન નીકળે અને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરે તે માટે 'આઈ સપોર્ટ લોકડાઉન ગ્રુપ' દ્વારા શહેરના તમામ વિસ્તાર સહિત ગ્રામીણ વિસ્તારમાં મળીને કુલ 5 હજારથી વધુ બેનર લગાવીને શહેરીજનોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. થોડા દિવસ પૂર્વે જ હાઇકોર્ટમાં ત્રણથી ચાર દિવસનું લોકડાઉન કરવા માટે નિર્દેશ કર્યો હતો. દિવસે દિવસે કોરોનાના કેસમાં ઉછાળો થઈ રહ્યો છે, હોસ્પિટલમાં દર્દીઓ માટે પણ જગ્યા રહી નથી. આવી પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે શહેરના 'આઈ સપોર્ટ લોકડાઉન' ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેનર લગાવીને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં 150 રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર વેચી દેવાયા
લોકો વધારે ઘરમાં રહે આ હેતુસર અમે બેનર લગાવી રહ્યા છે
ગ્રુપના સભ્યના હિમાંશુ જેઠવાએ જણાવ્યું હતું કે, સુરત સહિત શહેરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં અમે 5 હજારથી વધુ બેનર લગાવ્યા છે. બેનર લગાવીને તમને તમારી જિંદગી વ્હાલી હોય તો ઘરમાં રહો, એવો મેસેજ આપવા માંગીએ છે. લોકો બિનજરૂરી બહાર ન નીકળે તે અમારો ઉદ્દેશ છે. હાલ સુરતમાં જે પરિસ્થિતિ છે, તેના કારણે લોકો વધારે ઘરમાં રહે આ હેતુસર અમે બેનર લગાવી રહ્યા છે. જેનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. સાથે જ અમે જનતા લોકડાઉનને સપોર્ટ કરવા માટે અપીલ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ તેના માટે પ્રચાર પ્રસાર કરીએ છે.