ETV Bharat / city

CA ભણાવશે CAના પાઠ : સુરત સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે નિર્ણય - surat chartered accountants

સરકારી શાળામાં ભણનાર ગરીબ વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બનાવવાનો સંકલ્પ સુરતના 50 જેટલા CA દ્વારા કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત ધોરણ 11 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સરકારી શાળામાં ભણનાર ધોરણ 11 ના વિદ્યાર્થીઓને શહેરના નામાંકિત 50થી વધુ CA શાળા જઈને ભણાવશે.

સુરત
સુરત
author img

By

Published : Jul 29, 2021, 10:59 PM IST

  • ધોરણ 11ના વિદ્યાર્થીઓને શહેરના નામાંકિત 50થી વધુ CA શાળા જઈને ભણાવશે
  • ધોરણ 11ના 1,592 જેટલા વિદ્યાર્થીઓ હાલ કરી રહ્યા છે અભ્યાસ
  • એક ક્લાસમાં ભણાવશે 6થી વધુ CA

સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળામાં આ વખતે પ્રથમ વાર ધોરણ 11ના વર્ગોની શરૂઆત થઈ છે. જેમાં આંકડાશાસ્ત્ર વાણિજ્ય શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયો પણ છે, આ વિષયોની તૈયારીઓ સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે. આ માટે ખાસ સુરતના ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા પહેલ કરવામાં આવી છે. એસોસિએશન સાથે સંકળાયેલા 50થી વધુ CA સરકારી શાળામાં જઇને અભ્યાસ કરાવશે. એક ક્લાસમાં 6થી વધુ CA ભણાવવા જશે. ધોરણ 11ના 1,592 જેટલા વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે.

સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ આપી માહિતી

આ પણ વાંચો- ગાંધીનગરની સરકારી શાળાઓમાં KG 1-2 અને ધોરણ 1ના અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરાશે

સરકારી શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં CA બને તેવો ઉદ્દેશ

આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સરકારી શાળાઓમાં ધોરણ 11 વર્ગમાં સુરતના CA વિદ્યાર્થીઓને ભણાવવા જશે. આ અંગે સામેથી સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા પહેલ કરવામાં આવી છે. હાલ 50થી વધુ CA દ્વારા આ બાળકોને ભણાવવા માટેની તૈયારીઓ બતાવવામાં આવી છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં CA બને તેવા ઉદ્દેશથી તેઓ સરકારી શાળામાં જઇને બાળકોને ભણાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.