સુરત: વર્ષ 2018ના રોજ રામનગરની સગીરાને 22 વર્ષીય આરોપી મોહમદ આદિલ ફકીર મોહમદ સલ્લુશા ભગાવી યુપી લઈ ગયો હતો. યુપીથી આરોપીએ સગીરાના ભાઈ પર કોલ કરી જણાવ્યુ હતુ કે બન્ને લખનઉ છે અને સગીરાને તમે આવી લઇ જાવ. સગીરાને સુરત આવ્યા બાદ આરોપી ફરી તેને બળજબરીથી યુપી લઈ ગયો. બાદમાં ફરી સુરત મુકી ગયો. જે અંગે પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ઘટના બાદ ફરી આરોપી આદિલે સગીરાને બેહલાવી ફોસલાવી લઈ જઈ બળાત્કાર કર્યો હતો.
પોસ્કો કોર્ટમાં સરકારી વકીલ કિશોર રેવલીયા કરેલી દલીલોના કારણે આરોપીને બંને કેસમાં સજા થઈ છે. તેઓએ જણાવ્યું કે, રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ ના બન્ને કેસમાં આરોપીને સજા થઈ છે. જેમાં એકમાં 20 અને બીજામાં 10 એમ કુલ 30 વર્ષની સજા થઈ છે. પરંતુ આરોપી અને પીડિતા એક જ હોય આરોપીએ 20 વર્ષની જ સજા કાપવાની રહેશે. જો પીડિતા અલગ હોત તો સજા 30 વર્ષની થાય. સગીરા અનુસૂચિત જાતિની હોવાના કારણે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધાઇ હતી.
સરકારી વકીલ કિશોર રેવલીયાએ જણાવ્યું કે, હાલ કોરોનાને કારણે ન્યાયપ્રક્રિયા ઓનલાઇન ચાલી રહી છે. જેથી પોર્ટ કામ અવિરત ચાલી રહ્યું છે અને આ જ પ્રક્રિયા હેઠળ આરોપીને સજા ફટકારવામાં આવી છે.