ETV Bharat / city

Mission 2022 of AAP: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા રવિવારે આવશે સુરત, કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન (Deputy Chief Minister of Delhi) અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા (Manish Sisodia) આ રવિવારે સુરતની મુલાકાતે આવશે. અહીં તેઓ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.

Mission 2022 of AAP: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા રવિવારે આવશે સુરત, કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક
Mission 2022 of AAP: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા રવિવારે આવશે સુરત, કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક
author img

By

Published : Jun 26, 2021, 2:52 PM IST

  • દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન 27 જુલાઈ એટલે કે રવિવારે સુરત આવશે
  • મનીષ સિસોદિયા (Manish Sisodia) 12 વાગ્યે એક પત્રકાર પરિષદ પણ યોજશે
  • મનીષ સિસોદિયા (Manish Sisodia) 2 કલાક સુધી કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક
  • વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ને ધ્યાનમાં રાખી કરાશે ચર્ચા વિચારણા

સુરતઃ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન 27 જુલાઈએ રવિવારે સુરત આવશે. સુરતમાં તેમના આગમનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં મનીષ સિસોદિયા (Manish Sisodia) 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. તો બીજી તરફ તેઓના આગમનમાં સુરતના અનેક જાણીતા નામ AAP પાર્ટીમાં જોડાઈ તેવી ચર્ચાઓ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયા (Manish Sisodia) અગાઉ 24 જૂનના રોજ સુરત આવી રહ્યા હતા, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થતા તેઓનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- રાજુલાના MLA અમરીશ ડેરે AAPમાં જોડાવાની અફવાઓનું ખંડન કર્યું

કેટલાક લોકો આમ આદમી પાર્ટી (AAP)માં જોડાય તેવી શક્યતા
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodia)ના સુરત પ્રવાસને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. મનીષ સિસોદિયા (Manish Sisodia)ની અધ્યક્ષતામાં સુરતના કેટલાક જાણીતા ચહેરાઓ આપનો ખેસ પહેરશે તેવી શક્યતામાં જોવાઈ રહી છે. સોશિયલ મીડિયા (Social Media) ઉપર સુરત શહેરના રાજકારણમાં નવાજૂનીના એંધાણની પોસ્ટ મૂકી રહ્યા છે. કોણ કોણ આપમાં જોડાશે તેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

ઘણા સમયથી ભાજપમાંથી લોકો આપ (AAP)માં જોડાઈ રહ્યા છે

સુરત શહેરમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાનો સિલસિલો છેલ્લાં ઘણા સમયથી જોવા મળી રહ્યો છે તેવા સમયે ભાજપ (BJP)માંથી બીજો કોઈ રાજકીય નેતા કે પાટીદાર સમાજમાંથી કોઈ કદાવર વ્યક્તિ આપ (AAP)માં જોડાયા છે કે, કેમ તેના પર નજર રાખી રહ્યું છે. મનીષ સિસોદિયાની સુરત મુલાકાત પહેલા અનેક અટકળોએ જોર પકડ્યું છે. આ અગાઉ મનીષ સિસોદિયા (Manish Sisodia) 24 જૂને સુરત આવવાના હતા, પરંતુ તેમની તબિયતના કારણે તેમનો આ પ્રવાસ રદ થયો હતો.

આ પણ વાંચો- ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીમાં જોડાયાં 40 કાર્યકર્તાઓ

મનીષ સિસોદિયા આ રીતે કરશે પ્રવાસ
સવારે 7 કલાકે સુરત એરપોર્ટ પર આગમન, 7.30 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે આગમન, 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે, સાંજે 4 થી 6 દરમિયાન કાર્યકતાઓ સાથે બઠક યોજશે. સાંજે 7 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.