સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના જોળવામાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. અજાણ્યા નરાધમો બાળકીને હવસનો શિકાર (Minor Girl Rape case in Jolva) બનાવી એક અવાવરું રૂમમાં પુરી દીધી હતી. રવિવારે મોડી સાંજે તેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ (Death of a victim of rape in Jolva) મળી આવતા પોલીસે (Surat Palsana Police) આગળની તપાસ (Surat Crime News 2022) હાથ ધરી છે.
જોળવા ગામમાં બની ઘટના
પલસાણા તાલુકાના જોળવા ગામે રવિવારના રોજ સમગ્ર પંથકને હચમચાવતી આ ઘટના બની હતી. 11 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમોએ પોતાના હવસનો શિકાર બનાવી બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર દુષ્કર્મ ગુજારી (Minor Girl Rape case in Jolva ) તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યા હતાં. પરિવારે બાળાની શોધ કરી સરવાર માટે લઈ ગયા હતાં. પરંતુ હવસખોરોનો શિકાર બનેલી માસૂમ બાળાએ સારવાર મળે તે પહેલાં જ દમ (Death of a victim of rape in Jolva)તોડી દીધો હતો.
જિલ્લામાં વધી રહેલી ગુનાખોરી
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી જે જિલ્લામાંથી આવે છે તે સુરત જિલ્લામાં ગુનાખોરી સતત વધી રહી છે. કામરેજમાં ગ્રીષ્મા હત્યા કેસની શાહી હજી સૂકાઇ નથી ત્યાં વધુ એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
બાળકી ઘરમાં એકલી પડતાં જ હવસખોરો તૂટી પડ્યા
પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં રવિવારના રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં રહેતું એક દંપતી મિલમાં મજૂરી કામ કરી પોતાની બે બાળકીઓ સાથે જીવન ગુજરાન ચલાવે છે. રવિવારના રોજ દંપતી નોકરી ઉપર ગયું હતું. જ્યારે બંને બાળકી ઘરમાં એકલી હતી. સાંજના સમયે 7 વર્ષની નાની બાળકી બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. ત્યારે ઘરમાં 11 વર્ષની મોટી બાળકીને એકલી જોતા અજાણ્યા નરાધમો રૂમ પર આવ્યા હતા અને બાળકીને આ જ બિલ્ડિંગના અન્ય એક રૂમમાં લઇ ગયા હતાં.
બાળકીને કણસતી છોડી બહારથી તાળું મારી નાસી છૂટ્યા
હવસખોરોએ આ માસૂમ બાળાને પીંખી ( Minor Girl Rape case in Jolva) નાખી હતી. તેની સાથે દુષ્કર્મ ગુજારી બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી છોડી નાસી છૂટ્યા હતા. એટલું જ નહીં દુષ્કર્મીઓ રૂમને બહારથી તાળું પણ મારી ગયા હતાં. સાંજે બાળકીના માતાપિતા ઘરે આવ્યાં ત્યારે મોટી દીકરી નજરે ન પડતા આજુબાજુ શોધખોળ હાથ ધરી હતી.
સારવાર મળે તે પહેલાં જ બાળકીનું મોત
બિલ્ડીંગમાં જ એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને અંદર જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં જોતા સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ત્યાં તબીબ ન મળતા બાળકીને ત્યાંથી ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ સારવાર મળે ત્યાં સુધીમાં માસૂમ બાળકીનું મોત (Death of a victim of rape in Jolva)નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ Rape Case In Ahmedabad : યુવતીને ભણાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શંકમંદોની ઊંચકી લાવી પૂછપરછ કરી રહી છે. પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જીની ટીમ પણ આરોપીઓને પકડવા માટે કામે લાગી છે.
નજીકની વ્યક્તિની સંડોવણી
અરેરાટી ફેલાવતી ઘટનામાં નજીકમાં રહેતા શખ્સોની સંડોવાયેલીની શકયતા દેખાઈ રહેલી છે આ બિલ્ડીંગમાં અંદાજીત 10 જેટલા પરિવારો રહે છે અને બાળકી એકલી હોય એ કોઈ વ્યક્તિ જાણતો હોય એવું સ્વભાવિક છે. આથી નજીકની જ વ્યક્તિએ બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવી મોતને ઘાટ (Death of a victim of rape in Jolva)ઉતારી હોય તેવી શકયતાના આધારે એ જ દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.
પરિવારના પ્રાથમિક નિવેદનના આધારે બે શકમંદોની પૂછપરછ
સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના તેમજ બિલ્ડીંગના અન્ય રહીશોના નિવેદનના આધારે સાઈબા અને સૂચિ મિલમાંથી બે શકમંદોને પોલીસ ઊંચકી લીધા બાદ તેની પૂછપરછ કરી રહી છે ગંગાધરા આઉટ પોસ્ટ પર એલ.સી.બી. તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ આરોપીની પૂછપરછ કરી છે માસૂમ બાળકીની હત્યાના (Death of a victim of rape in Jolva)પરપ્રાંતીય વિસ્તારમાં તેમજ પલસાણા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે જેને આ પ્રકરણને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
સુરત પોલીસે બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને બાળકીને તરત ચલથાણ સંજીવની હોસ્પિટલ લઇ ગયા હતાં. પરંતુ ત્યાં ખબર પડી કે બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પોલીસે બાળકીનું મોતનું (Death of a victim of rape in Jolva) સાચું કારણ જાણવા સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લઈને આવી છે.