- આજ વિશ્વ પર્યાવરણ દિવસ
- સુરતના મહિલા કરે છે નિશુલ્ક તુલસીનુ વિતરણ
- 13 હજારથી વધુ તુલસીનુ કરવામાં આવ્યું વિતરણ
સુરત : આજે વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) છે. પર્યાવરણના પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. સુરતના એ ગૃહણી તુલસીના છોડનું નિઃશુલ્ક વિતરણ કરતા હોવાને કારણે તુલસી ભાભી ના હલામણાં નામથી જાણીતા છે. તેમને ચાર વર્ષમાં 13 હજારથી વધુ તુલસીના છોડનું વાવેતર કરીને લોકોને નિશુલ્ક આપ્યા છે.
લિમ્કાબુકમાં પણ નામ
સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા 58 વર્ષીય સુરેખાબેન પટેલ ગૃહણી છે. જેમને બાળપણથી જ ગાર્ડનિંંગનો શોખ હતો. જેમાં પણ ખાસ કરીને જુઓ તુલસી પ્રત્યે અલગ જ પ્રેમ ધરાવે છે તેમને અગાઉ પણ ત્રણ વર્ષ પહેલા 10,000 થી વધુ તુલસીના છોડ પોતાના ખેતરમાં વાવી ને પ્લાન્ટ તૈયાર કરીને તેમનું મફત વિતરણ કર્યું હતું. અને લીમ્કા બુક ઓફ રેકોર્ડ પણ બનાવ્યો હતો ત્યારથી તેઓએ આ સેવા ચાલુ જ રાખી છે.
કોરોના કાળમાં તુલસીની માગ વધી
હાલ કોરોનાને કારણે લોકો જ્યારે આયુર્વેદિક ઈલાજ ઉપર વધુ વિશ્વાસ કરતા થયા છે ત્યારે ઘણા લોકોએ તેમની પાસે તુલસીના છોડની ડિમાન્ડ પણ કરી છે જેને લઇને હાલ પણ તેઓ 550 જેટલા તુલસીના છોડ વાવીને તૈયાર કર્યા છે. જેને તેઓ પારસી સમાજ તેમજ નારી સંરક્ષણ ગૃહની દીકરીઓને વિતરિત કર્યા છે. નારી સંરક્ષણ ગૃહમાં દીકરીઓ તુલસીના ઉકાળામાં ઉપયોગ કરીને નિરોગી રહે આ હેતુથી તેમને તુલસીના છોડ અપાયા છે. સુરેખાબેન પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા રહે છે જો કે તેઓ કેટલા સમય પણ ભારત આવે છે ત્યારે પોતાના ખેતરમાં જ બીજની રોપણી કરી તેની સાર સંભાળ રાખે છે અને સમયે આવે લોકોને ફ્રીમાં આપે છે.
આ પણ વાંચો : કડી નગરપાલિકાના નગરસેવીકાએ પોતાના 26મી વર્ષગાંઠે 2600 વૃક્ષ વાવણીનો સંકલ્પ કર્યો
દરેક વ્યક્તિ પોતાને માટે તુલસીનો છોડ લગાવવો જોઈએ
સુરેખાબેન એ જણાવ્યું હતું કે કોરોના કાળમાં અનેક લોકોએ મારી તુલસી ને છોડ લઈ તુલસીના ઉકાળોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે એ વાત મને આનંદ છે. આખા દિવસમાં માણસને 550 લીટર ઓક્સિજનની જરૂર પડે છે જેથી કોઈ ના માટે નહીં પણ દરેક વ્યક્તિ પોતાને માટે તુલસીનો છોડ લગાવવો જોઈએ. તુલસી એક પવિત્ર છોડ છે અને સાથે સાથે આયુર્વેદની દૃષ્ટિએ પણ તેનું સ્થાન ઉંચું છે મારો પર્યાવરણ પ્રત્યે નો પ્રેમ છે અને આ સેવા અને ચેન હું આવી ને ચાલુ જ રાખીશ મારાથી થઈ શકે ત્યાં સુધી હું ગૃહિણીઓને તુલસીનો છોડ આપતી જ રહીશ.
આ પણ વાંચો : વાવાઝોડામાં જે જગ્યાએથી વૃક્ષો પડ્યાં એજ જગ્યા પર વૃક્ષો વાવવામાં આવશે : વિજય રૂપાણી