ETV Bharat / city

CA Day 2021 : મળો સુરતના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, જેમણે 31 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કર્યા - CA from surat who vaccinated more than 31 thousand people

સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (Chartered Accountant) બાલકૃષ્ણ અગ્રવાલને લોકો હાલના દિવસોમાં બેલેન્સશીટ માટે સંપર્ક કરી રહ્યા નથી, પરંતુ તેમના એક ખાસ અભિયાન માટે સંપર્ક કરતા થયા છે. કારણ કે તેઓ માર્ચ મહિનાથી દેશના ખાસ વેક્સિનેશન મહાઅભિયાન (Vaccination Campaign) માં જોડાયા છે. જે અંતર્ગત તેમણે વેક્સિનેશન સેન્ટર (Vaccination Center) ની શરૂઆત કરી છે. જેના થકી 31 હજારથી વધારે લોકો વેક્સિનેટ થયા છે.

CA Day 2021
CA Day 2021
author img

By

Published : Jul 1, 2021, 5:03 AM IST

  • સુરતના CAના કારણે 31 હજારથી વધુ લોકોએ કોરોના વેક્સિન મેળવી
  • ત્રીજી લહેર પહેલા 1 લાખથી વધુ લોકોને વેક્સિનેટ કરવાનો લક્ષ્યાંક
  • માર્ચ મહિનાથી દેશના ખાસ વેક્સિનેશન મહા અભિયાનમાં જોડાયા છે

સુરત : આજે ગુરૂવારે ચાર્ટડ એકાઉન્ટન્ટ ડે (CA Day 2021) છે. આમ તો CA આંકડાઓની માયાજાળથી લોકોને અવગત રાખતા હોય છે, પરંતુ સુરતના એક CA દ્વારા 105 દિવસમાં 500, 1000 કે 5000 નહિ પરંતુ 31000થી વધુ લોકોને કોરોના વેક્સિનેશન (Corona Vaccination) માં મદદ કરવામાં આવી છે. CA બાલકૃષ્ણ અગ્રવાલે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને શાંતન્મ કોવિડ વેક્સિનેશન સેન્ટર (Covid Vaccination Center) ની શરૂઆત કરી છે. તેમણે આવનારા દિવસોમાં 1 લાખ લોકોને કોરોના વેક્સિન આપવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

મળો સુરતના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, જેમણે 31 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કર્યા

સમાજના લોકો માટે અભિયાન શરૂ કરવાનો વિચાર

CA બાલકૃષ્ણ અગ્રવાલની પહેલના કારણે મોટી સંખ્યામાં લોકો વેક્સિનેટ થયા છે અને ત્રીજી લહેર પહેલા તેઓ એક લાખથી વધુ લોકોને વેકસીનેટ કરી શકે તેવો ટાર્ગેટ રાખ્યો છે. સુરત એક ઔદ્યોગિક શહેર છે અને અહીંના CA ક્યારેય પણ નવરાશની પળો માણી શકતા નથી. ત્યારે સમાજના લોકો માટે એક ખાસ અભિયાન શરૂ કરવાનો વિચાર CA બાલકૃષ્ણ અગ્રવાલને આવ્યો હતો. આ માટે તેમણે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢ્યો અને ખાસ ટીમની રચના કરી. જેમાં આજે 50થી વધુ લોકો કાર્યરત છે.

ભ્રામક માહિતીના કારણે લોકો વેક્સિન લેવાનું ટાળતા હતા

CA બાલકૃષ્ણ અગ્રવાલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી વેક્સિનેશન અભિયાન (Vaccination Campaign) ની શરૂઆત થઇ હતી. ત્યારે લોકો અનેક ભયથી વેક્સિન લેતા ખચકાતા હતા. તે સમયે સિનિયર સિટીઝન્સ (Senior Citizens) ને વેક્સિનેશન અભિયાન સાથે જોડવામાં આવ્યા હતા પરંતુ અનેક ભ્રામક માહિતી (Misconceptions about Vaccination) ના કારણે લોકો વેક્સિન થવા માટે ભયભીત થતા હતા. આ પરિસ્થિતિને જોઈ વેક્સિનેશન સેન્ટર (Vaccination Center) શરૂ કરવાનો વિચાર આવ્યો. જ્યારબાદ વેસુ વિસ્તારમાં 'શાંતન્મ વેક્સિનેશન સેન્ટર' ની શરૂઆત કરી હતી.

વિશ્વ યોગ દિવસે 3300 લોકો વેક્સિનેટ થયા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 105 દિવસમાં અમે 31 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કર્યા છે. વધુમાં વધુ લોકો વેક્સિનેટ થાય અને લોકોમાં વેક્સિનનો ભય દૂર થાય તે માટે અમે આ અભિયાન હાથ ધર્યું છે. જે લોકો વેક્સિન લગાવવામાં આવે છે તેમને પણ અમે તમામ સુવિધાઓ આ સેન્ટર પર આપતા હોઈએ છીએ. ખાસ કરીને વિશ્વ યોગ દિવસ (World Yoga Day 2021) ના રોજ સેન્ટર દ્વારા એક જ દિવસમાં 3300 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.