- ગોલવાડમાં અમદાવાદી શેરીમાં મકાન ધરાશાયી થયા બાદ ત્યાં મેયર પહોંચ્યા
- ફાયર વિભાગની ટીમને અડચણ રૂપ બનીને પોતે જ જર્જરિત મકાન ઉપર જઈને સામાન આપવા લાગ્યા
- મેયર ફરી એક વખત વિવાદમાં
સુરત : હમેશા વિવાદમાં રહેતા શહેરના મેયર હેમાલી બોઘાવાલા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ગોલવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા તેઓ પણ ત્યાં પહોચી ગયા હતા, પરંતુ એક મેયર તરીકે તેઓની ત્યાં પહોચી સ્થતિ સાંભળવાની જવાબદારી બને છે, પરંતુ મીડિયામાં ચમકવાના બહાને તેઓએ આ વખતે ફરી એક વખત હદ વટાવી દીધી છે. મેયરે મીડિયામાં ચમકવા માટે ફાયર અધિકારીઓની જે કામગીરી હોય તે પોતે કરવા લાગ્યા હતા. મેયર ત્યાં મૂકેલી સીડીઓ પર ફાયરના અધિકારીઓને રેસ્ક્યૂ માટે મોકલવાની જગ્યાએ પોતે પહોચી ગયા હતા. જેને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.
આ પણ વાંચો : સુરતના ગોલવાડ વિસ્તારમાં આવેલા અમદાવાદી મહોલ્લામાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
મેયર હેમાલી દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું, તેને સુરત ભાજપ દ્વારા ફેસબુકમાં પોસ્ટ પણ કરવામાં આવી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, રવિવારે સુરતના ગોલવાડ વિસ્તારમાં ખાતે ચાર માળની ઈમારતનો પાછળનો ભાગ ધરી પડતાં, મહિલા રહીશે પોતાની જીવનમૂડી કિંમતી વસ્તુઓ લેવા ઉપર જવાની જીદ કરતા હતા. મહિલાને જવા માટે મંજૂરી આપી પણ મહિલા સાથે ત્રીજા માળ સુધી સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા પણ જીવન જોખમમાં મૂકીને મહીલા સાથે હિંમત આપવા સાથે જઈ એક જનસેવકનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો : 10 સેકન્ડમાં જ બે માળનું મકાન થયું ધરાશાયી, લોકડાઉનના કારણે મોટો અકસ્માત થતા ટળ્યો
મેયરે પોતાની છબી ચમકાવવા માટે આ કાર્ય કર્યું હોય એમ લાગી રહ્યું છે
મેયરે પોતે જાતે જ સીડીઓથી ઉપર જઈને જે ચીજ વસ્તુઓ હતી તે લઈને મકાન માલિકને આપ્યું હતું અને નિરીક્ષણ કર્યું હતું, પરંતુ આ કામ શહેર ફાયર વિભાગનું કામ છે. તો પોતે જ ઉપર જઈને આ કામ કર્યું છે. શું આ યોગ્ય છે ? ઉપર જઈને મકાન માલિકની જરૂરી ચીજવસ્તુઓ આપવી. આ કામ ફાયર વિભાગનું છે, તો મેયર શા માટે ફાયર વિભાગની કામગીરીમાં અડચણરૂપ બને છે. મેયરે પોતાની છબી ચમકાવવા માટે આ કાર્ય કર્યું હોય એમ લાગી રહ્યું છે. હા પણ કહી શકાય છે કે આ 2022ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરતા હોય એમ લાગી રહ્યું છે. જેથી ફરી એકવાર જનતાનો વિશ્વાસ જીતી શકે.