ETV Bharat / city

વેપારીઓની માંગ: સરકાર સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરે અથવા તો બજારો ખુલ્લાં કરવા પરવાનગી આપે - Many traders are protesting

સુરત: શહેર સહિત રાજ્યમાં આંશિક લોકડાઉનનો અનેક વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં આજે અનેક વેપારીઓ હાથમાં પ્લેકાર્ડ લઈને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓની માંગ છે કે સરકાર સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરે અથવા તો બજારો ખુલ્લાં કરવા પરવાનગી આપે.

વેપારીઓની માંગ
વેપારીઓની માંગ
author img

By

Published : May 14, 2021, 7:17 AM IST

  • આંશિક લોકડાઉનનો અનેક વેપારીઓ કરી રહ્યા છે વિરોધ
  • અનેક વેપારીઓ હાથમાં પ્લેકાર્ડ લઈને નોંધાવ્યો વિરોધ
  • સરકાર સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરે અથવા તો બજારો ખુલ્લાં કરવા પરવાનગી આપે: વેપારી

સુરત: જિલ્લાના વરાછા વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં વેપારીઓ પોતાની દુકાનની આગળ પ્લેકાર્ડ હાથમાં લઈ ઊભા રહી ગયા હતા. કાર્ડ લઇ તેઓએ માંગણી કરી હતી કે, સરકાર કાં તો સંપૂર્ણપણે લોકડાઉન રાખે અથવા તો બજારોને ખુલ્લા કરી દે.

આંશિક લોકડાઉનનો અનેક વેપારીઓ કરી રહ્યા છે વિરોધ

આ પણ વાંચો: આંશિક લોકડાઉનનો વિરોધઃ 18 મે પછી દુકાન ખોલો અથવા સંપૂર્ણ lockdown કરો

અનોખી રીતે વિરોધ નોંધાવ્યો

કોરોના સંક્રમણ વધતા છેલ્લા પંદર દિવસથી શહેરની નાની દુકાનો બંધ છે. માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ચાલુ રાખવા માટે સરકાર દ્વારા આદેશ અપાયો છે. 15 દિવસથી દુકાન બંધ રહેતા હવે વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. આજીવિકા ચલાવવા માટે તેમને મુશ્કેલીઓ થઇ રહી છે. જેના કારણે તેઓએ સરકાર સમક્ષ પોતાની વાત રાખવા માટે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો: ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી લોકડાઉનનો કર્યો વિરોધ

ગુજરાન કેવી રીતે ચલાવવું તે હવે પડકારરૂપ સ્થિતિ

સરકાર દુકાનો શરૂ કરવા માટે આદેશ કરે વરાછા વિસ્તાર ખાતે 80 જેટલા વેપારીઓ આજે એકત્ર થઇ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને માસ્ક પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ નોંધાવતા આ વેપારીઓનું કહેવું છે કે, પંદર દિવસથી સતત દુકાનો બંધ રહેવાના કારણે આજીવિકા ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે હવે પડકારરૂપ સ્થિતિ બની ગઈ છે. દુકાનમાં વધારે સંખ્યામાં લોકો એકત્ર થતા નથી. સરકાર દુકાનો શરૂ કરવા માટે આદેશ કરે વેપારીઓ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.