ETV Bharat / city

આ રીતે વાઘના ચામડાની કરી રહ્યા હતા તસ્કરી, 3 શખ્સો ઝડપાતા

માંડવીના ઉશ્કેર ગામે વાઘનું ચામડું મળી (Tiger Skin in Ushkar) આવતા ચકચાર મચી ગઈ હતી. વાઘના ચામડા સાથે 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

author img

By

Published : Jul 9, 2022, 2:17 PM IST

Tiger Skin in Ushkar : વાઘના ચામડા સાથે 3 શખ્સો ઝડપાતા મચી ચકચાર

સુરત : માંડવીના ઉશ્કેર ગામે વાઘના ચામડાને લઈને (Tiger Skin in Ushkar) અફરાતફરી મચી હતી. ઉશ્કેર ગામે વન્ય પ્રાણી વાઘના ચામડું મળી આવતા ચકચાર મચી હતી. વનવિભાગના દરોડા દરમિયાન વાઘના ચામડા સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. વનવિભાગની ટીમે (Mandvi Forest Department Team) આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Wild Animal Cage in junagadh : આ એવું પાંજરુ છે જે પોતાનો ખાસ વારસો ધરાવે છે

વાઘનું ચામડું કબ્જે - વનવિભાગની ટીમએ બાતમીના આધારે ઉશ્કેર ગામે દરોડા પાડ્યા હતા. જેમાં જેઠા સાટીયા નામના શખ્સના ઘરેથી વન્ય પ્રાણી વાઘનું ચામડું કબ્જે કરવામાં આવ્યું છે. સાથે જ ધીરુ ગામીત અને રાજુ ગામીત નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી 4 મોબાઈલ કબ્જે લેવામાં આવ્યા છે. માંડવી વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી અધિનિયમ 1972 મુજબ ગુનો (Tiger Skin in Ushkar) નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓ આ ચામડું ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા અને તેનો શું ઉપયોગ કરવાના હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વડોદરા વઢવાણા તળાવ ખાતે વનવિભાગ દ્વારા 29મી પક્ષી ગણતરી કરવામાં આવી

ચામડાને લઈને ગુચવણ - આ દરોડા દરમિયાન જપ્ત કરાયેલું વાઘનું ચામડું દેહરાદૂન (Mandvi Forest Department Team) વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ખાતે પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, રાજ્યમાં વાઘ જોવા મળતા નથી. જેથી વનવિભાગ દ્વારા અન્ય કોઈ રાજ્યમાંથી આ વાઘનું ચામડું લાવવામાં આવ્યું (Accused of tiger skin) હોવાની વાતો સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.