સુરત શહેર માલધારી સમાજ દ્વારા આજરોજ મોટી સંખ્યામાં એકઠા થઈ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનો ઘેરાવો કર્યો હતો. આ સાથે મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મેયરે જે નિવેદન આપ્યું હતું કે, તમામ ઢોરવાળા ગેરકાયદેસર છે. તે ખોટું છે તેમણે આ બાબતે માફી માંગવી પડશે. તમામ ઢોરવાળા (Cattlemen from Maldhari Samaj ) ગેરકાયદેસર નથી. જો આ બાબતે પાલિકા દ્વારા હજુ કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો માલધારી સમાજ રોડ પર ઉતરશે.
આ પણ વાંચો માલધારીઓને ખુશ કરવા સરકાર કરી શકે છે આ નિર્ણય, 50 વર્ષ જૂના પ્રશ્નનો આવશે ઉકેલ
સરકાર અમને દબાવવા માંગે છે સુરત મેયર દ્વારા જે નિવેદન આપ્યું હતું કે, જે કામગીરી ચાલુ છે એમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાછળ પડશે નહીં. અમે એમ કહેવા માંગે છે કે તમે ઈન લીગલીટીમાં ન પડો પણ જે લીગલ માલધારીઓના વસવાટ (Legal Maldhari Habitation) છે તેની ઉપર હથોડા શા માટે મારો છો? અને જો સરકાર જાગૃત થઈ હોય વિકાસ માટે લડી રહી હોય તો ઘણા ગેરકાયદેસર કામો ચાલી રહ્યા છે. તેના પર એક્શન કેમ નથી લેતા. આંખ આડા કાન શા માટે કરો છો. સરકાર અમને દબાવવા માંગે છે. અમે પણ અમારા હક માટે રોડ ઉપર ઉતાર્યા છે.
આ પણ વાંચો યોના મોત અંગે AAP માલધારી સંગઠન ગુસ્સામાં, તંત્રને કરી નાખી અપીલ
મસમોટા દંડ બંધ કરવામાં આવે ચૂંટણીઓમાં માલધારી સમાજનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો (Contribution of Maldhari Samaj Assembly election) હોય છે. વધુમાં જણાવ્યું કે, આગામી દિવસમાં 2022 ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. એમાં માલધારી સમાજનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો હોય છે. ભાજપ સરકારને જણાવવામાં આવે છે કે, માલધારી સમાજ ભાજપ સાથે છેડો ફાડી નાખે. અમારી માંગ છે કે જે 40થી 50 વર્ષથી માલધારી સમાજના રહેણાંકો છે. તેમાંથી તબેલા ઉપર બુલડોઝર ચાલવામાં આવે છે. ભેંસોને ડબ્બાઓમાં લઈ જવામાં આવી રહ્યા છે. મસમોટા દંડ વસુલવામાં આવે છે. એ બંધ કરવામાં આવે.