સુરત માલધારી સમાજના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહિં આવે તેવા સમાચાર સામે આવ્યા છે. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરાશે. આ બાબતે સી.આર.પાટીલે પોતાની સુરત ઓફિસે એક કલાક સુધી (Maldhari Samaj Movement in Surat) માલધારી આગેવાનો સાથે મિટિંગ કરી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરત ઓફિસે એક કલાક સુધી મિટિંગ માલધારી સમાજના આગેવાનએ ગઈકાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે એક અઠવાડિયાથી ચાલી રહેલા ઢોર-તબેલા હટાવવા મામલે રજૂઆત કરી હતી. ત્યારબાદ સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખે મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. સી.આર.પાટીલે પોતાની સુરત ઓફિસે એક કલાક સુધી માલધારી આગેવાનો સાથે મિટિંગ કરીને અંતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવે પછી દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં આવે નહીં. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરાશે.
તબેલો કરવાની ઝુંબેશ સી.આર.પાટીલ દ્વારા સરકારમાં પ્રસ્તાવ મૂકી ડિમોલિશનની કામગીરી બંધ કરાવવામાં આવશે. જોકે માલધારી સમાજનું આંદોલન જોઈ સરકાર જાગી હોવાનો માનવામાં આવી રહ્યું છે. SMC કોર્પોરેટર ઘેમાર દેસાઈએ જણાવ્યું હતું કે, ઢોર નિયંત્રણ કાયદા હેઠળ (Cattle control laws) વર્તમાન સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની રિઝર્વેશન જગ્યાઓ, રસ્તાઓ, સરકારી જગ્યાઓ જ્યાં જ્યાં વર્ષોથી માલધારી સમાજ વરસાદ અને ઢોર લઈને સ્થાઈ થયા હતા. તે તબેલાઓને સુરત મહાનગર તરફથી નોટિસ આપવામાં આવી હતી. તે તબેલો કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો ફરી ઉઠ્યો ઢોર નિયંત્રણ બિલ રદ કરવાનો સૂર, માલધારી સમાજે કાઢી વેદના રેલી
તબેલા પર બુલડોઝર ફેરવાની કામગીરી આ બાબતને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને માલધારી સમાજના તમામ આગેવાનો રજૂઆત કરવા ગયા હતા. ત્યારે તેમણે મુખ્યપ્રધાન અને મહાનગરપાલિકાના કમિશનર ટેલિફોનિક વાતચીત કરતા અને તેના અંતર્ગત મુખ્યપ્રધાન અને કમિશનર તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, દિવાળી સુધી ઢોર પકડવા કે તબેલા પર બુલડોઝર ફેરવાની કામગીરી (cattle stables removal in Surat) સ્થગિત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો માલધારી સમાજ દ્વારા પાલિકાનો ઘેરાવો, મેયરનું નિવેદન ખોટું છે માંગે માફી..
2007માં પોલિસી બનાવવામાં આવી વધુમાં જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાની નીતિ નિયમ મુજબ વિકલ્પ બનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા તેમની રિઝર્વેશન જગ્યાઓ, રસ્તાઓ, સરકારી જગ્યાઓ હોય તો તેમને ત્યાંથી સ્થળાંતર કરવા માટે 2007માં જે પોલિસી બનાવવામાં આવી છે. તે અંતર્ગત સ્થળાંતર કરવા માટે ચર્ચાઓ ચાલશે. આ પહેલા પણ વરાછા કતારગામમાંથી માલધારી સમાજને સ્થળાંતર કરીને છાપરાભાઠા ખાતે 50 હજાર કરતા મોટી જગ્યાઓ ઉપર સ્થળાંતર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા કમિશન અને સી.આર. પાટીલ જોડે ચર્ચાઓ કરી શહેરમાં બીજી ચાર નવી જગ્યાઓ જોઈને માલધારી સમાજને જેઓ મહાનગરપાલિકા દ્વારા તેમની રિઝર્વેશન જગ્યાઓ, રસ્તાઓ, સરકારી જગ્યાઓ હોય તો તેમને ત્યાંથી સ્થળાંતર કરવા માટે 3000 રૂપિયા પ્રતિ મીટર જે નિયમ છે તે મુજબ આપવામાં આવશે. Surat Maldhari leaders and CR Patil meeting, stray cattle Operation in Surat