ETV Bharat / city

ધર્મ, જાતિને પર રહી મહેશ સાવાણીએ કરાવ્યા સમૂહ લગ્ન - મહેશ સાવાણી

સુરત: શહેરમાં હિન્દુ વેપારીએ પિતા વિહોણી મુસ્લિમ દીકરીના નિકાહ કરાવ્યા છે. એટલુ જ નહીં આ દીકરીઓના લગ્નથી લઇ તેમના ભવિષ્યમાં આવનારા સુખ દુઃખમાં તે પિતાની જેમ સાથે રહેશે. હિન્દુ પિતા આ દીકરીઓના લગ્ન કરાવવાની સાથે જ 39 મુસ્લિમ દીકરીઓના પાલક પિતા બની ગયા છે.

ETV BHARAT
ધર્મ, જાતિને પર રહી મહેશ સાવાણીએ કરાવ્યા સમૂહ લગ્ન
author img

By

Published : Dec 22, 2019, 3:09 AM IST

દેશભરમાં હુલ્લડોને કારણે રોજ હિંસક તસ્વીરો સામે આવી રહી છે, ત્યારે સુરતના અબ્રામા વિસ્તારમાંથી આવેલી તસ્વીરો દેશના લોકોને પ્રેરણા આપે એવી છે. કારણ કે, હિન્દુ પિતા પિતા વિહોણી મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવતા નજરે ચડ્યા છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી દર વર્ષે પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવતા હોય છે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે, તેઓ મુસ્લિમ સમાજમાંથી આવતી પિતા વિહોણી ગરીબ દીકરીઓની પણ સાથે રહ્યા છે. એક મુસ્લિમ પિતા જે રીતે પોતાની દીકરીના લગ્નમાં બેસીને વિધિ કરાવતા હોય છે તે જ રીતે મહેશ સવાણી પણ મુસ્લિમ પિતા વિહોણી દીકરીઓના પિતા બની વિધિ કરાવતા નજરે આવ્યા હતા. સૌથી અગત્યની વાત છે કે, છેલ્લા 8 વર્ષમાં મુસ્લિમ સમાજની 39 દીકરીઓના લગ્ન કરાવી તેઓ તેમના પાલક પિતા બની ગયા છે.

ધર્મ, જાતિને પર રહી મહેશ સાવાણીએ કરાવ્યા સમૂહ લગ્ન

મહેશ સવાણીએ 271 પિતા વિહોણીની દીકરીઓ માટે લગ્નોત્સવનું આયોજન કર્યું, ત્યારે હિન્દુ પરંપરાગત રીતે ચાલી રહેલા લગ્ન મહોત્સવમાં મુસ્લિમ દીકરીના નિકાહ થઈ રહયા હતા. એક જ જગ્યાએ નિકાહ અને લગ્નની વિધિ કરાવવામાં આવી હતી. માત્ર નિકાહ જ નહીં મહેશ સવાણીએ આ દીકરીઓના કરિયાવરમાં સોનાના દાગીના, ઘરનો તમામ સામાન અને અન્ય વસ્તુઓ પણ આપી હતી.

પિતા વિહોણી મુસ્લિમ દીકરીઓ માટે મહેશ સવાણી ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દેવદૂતથી ઓછા નથી. દીકરીઓએ જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વિચાર્યું નહોતું કે, પિતા ન હોવા છતાં તેમના આટલા ભવ્ય લગ્ન કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વિવિધ સમાજ જાતિ અને ધર્મની આશરે 3000 દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી દીકરીઓને તેમના પિતા નથી એવો એહસાસ થવા દેતા નથી, ત્યારે મુસ્લિમ સમાજની દીકરી માટે પણ આગળ આવેલા મહેશ સવાણીથી સમાજના લોકો ઘણુ બધુ શીખી શકે છે.

Intro:સુરત : હાલ દેશમાં CCA ના કારણે માહોલ ખરાબ થયો છે દેશમાં જે પણ માહોલ હોય પરંતુ સુરત ખાતેથી આવેલી તસવીરો ચોક્કસથી આનંદિત કરી દે છે. હિન્દુ વ્યાપારીએ પિતા વિહોણી 4 મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવ્યા છે એટલુ જ નહીં આ દીકરીઓના લગ્ન થી લઇ તેમના ભવિષ્યમાં આવનાર સુખ દુખમાં તે પિતાની જેમ સાથે રહેશે. સૌથી અગત્યની વાત એ છે કે હિન્દુ પિતા આ પાંચ દીકરીઓના આજે લગ્ન કરાવે છે એની સાથે 39 મુસ્લિમ દીકરીઓના પાલક પિતા બની ગયા છે.

Body:દેશભરમાં હુલ્લદોને કારણે રોજ હિંસક તસવીરો સામે આવી રહી છે ત્યારે સુરતના અબ્રામા વિસ્તારમાંથી આવેલી તસવીરો દેશના લોકોને પ્રેરણા આપે એવી છે કારણ કે હિન્દુ પિતાએ 4 પિતા વિહોણી મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવતા નજરે પડે છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ તો દર વર્ષે પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવતા હોય છે પરંતુ સૌથી અગત્યની વાત એછે કે તેઓ મુસ્લિમ સમાજમાંથી આવતી પિતા વિહોણી ગરીબ દીકરીઓ માટે પણ સામે આવ્યા છે.એક મુસ્લિમ પિતા જે રીતે પોતાની દીકરીના લગ્નમાં બેસીને વિધિ કરાવતા હોય છે તે જ રીતે મહેશ સવાણી પણ મુસ્લિમ પિતા વિહોણી દીકરીઓના પિતા બની વિધિ કરાવતા નજરે આવ્યા હતા. સૌથી અગત્યની વાત છે કે છેલ્લા 8 વર્ષમાં મુસ્લિમ સમાજની 39 દીકરીઓના લગ્ન કરાવી તેઓ તેમના પાલક પિતા બની ગયા છે.

મહેશ સવાણીએ 271 પિતા વિહોણીની દીકરીઓ માટે લગ્નોત્સવનું આયોજન કર્યું ત્યારે  હિન્દુ પરંપરાગત રીતે ચાલી રહેલા લગ્ન મહોત્સવમાં પાંચ દિકરીના નિકાહ થઈ રહયા હતા.એક જ જગ્યાએ નીકાહ અને લગ્નની વિધિ કરાવવામાં આવી હતી. માત્ર નિકાહ જ નહિ મહેશ સવાણી ની આ દીકરીઓ ના કરિયાવરમાં સોનાના દાગીના, ઘરનો તમામ સામાન અને અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે. છોકરીના લગ્ન કરાવવાથી એક પિતાની જવાબદારી પુરી થતી નથી. પરંતુ તમામ271 દિકરીઓમાં મુસ્લિમ દીકરીઓની પણ તેઓ આરોગ્યથી લઈ તમામ સુવિધાઓ એક પિતાની જેમ પૂરી પાડે છે. એટલુ જ નહી તેમને પોતાના ખર્ચે હનીમૂન પર દેશ વિદેશમાં પણ મોકલે છે અને તેમની પ્રેગનેન્સીનો ખર્ચ તમામ ખર્ચ એક પિતાની જેમ ઉઠાવે છે.

પિતાવિહોણી મુસ્લિમ દીકરીઓ માટે મહેશ સવાની ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દેવદૂતથી કમ નથી. દીકરીઓએ જણાવ્યુ હતુ કે તેઓએ ક્યારેય પણ વિચાર્યું નહોતું કે પિતા ન હોવા છતા તેમના આટલા ભવ્ય લગ્ન કરાવવામાં આવશે, હમારા પિતા હયાત હોતે તો પણ હમારા લગ્ન મેં આટલો ખર્ચ નહી કરતે જેટલો મહેશ પપ્પા એ કર્યો છે.મુસ્લિમ સમાજના યુવકો પણ કહી રહ્યા છે કે આ કામ માત્ર દેવદૂત જ કરી શકે છે.
Conclusion:
અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ સમાજ જાતિ અને ધર્મની આશરે ૩૦૦૦ દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી દીકરીઓને તેમના પિતા નથી એવો એહસાસ થવા દેતા નથી ત્યારે મુસ્લિમ સમાજની દિકરીઓ માટે પણ આગળ આવેલા મહેશ સવાણીથી સમાજના લોકો ઘણુ બધુ શીખી શકે છે.

બાઈત : મહેશ સવાણી
બાઈટ : નગમાં
બાઈટ : શાહદબ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.