સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી 3172 દીકરીઓના કન્યાદાન કરનાર દેશના એક માત્ર પિતાતરીકે દેશભરમાં ઓળખાય છે.272 શાળાઓના 8672 બાળકોની સ્કુલની ફી ભરનાર અને પોતાના જનનીધામમાં HIV ગ્રસ્ત 62 દીકરીઓની સંભાળ કરનારા મહેશ સવાણીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ પાસે સુરતની લોકસભા માટે ટિકિટ માંગી લોકોને ચોંકાવી દીધા છે. જો કે, હજુ સુધી સુરત લોકસભા બેઠક પરથી ભાજપ દ્વારા કોઈ ઉમેદવારની જાહેરાત કરાઇ નથી.
સુરતની બેઠક પરથી દર્શના જરદોષ બે ટર્મથી સાંસદ છે. ત્યારે અચાનક જ મહેશ સવાણીએ ટિકિટ માંગી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પાટીદાર અનામત આંદોલનમાં આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે જે મંત્રણા ચાલી હતી, તેમાં ઉદ્યોગપતિ મહેશ સવાણી મધ્યસ્થી કરી રહેલી ટીમમાં સામેલ હતા. કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા અને સમાજસેવી તરીકે પોતાની ઓળખાણ બનાવી ચૂકેલા સવાણી હવે સાંસદ બનવા માંગે છે. જેથી રાજકારણમાં આવી તેઓ દરેક સમાજના લોકોની સેવા કરી શકે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ કોઈની પણ ટિકિટ કાપી નેતા બનવા માંગતા નથી. જો કોઇ સૌરાષ્ટ્ વાસીને ભાજપ ટિકિટ આપવા માંગતી હોય, તો હું પોતાને ટિકિટ મેળવવા યોગ્ય ઉમેદવાર માનું છું. આ ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે, જો તેમને ટિકિટ મળે તો ચૂંટણીમાં ટોપ 5માંથી તેઓ 1 હશે.