સુરત: સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ (largest Lab grown diamond of world) અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકવામાં (Diamond of Surat in American Exhibition) આવ્યો છે. હાલ વિશ્વભરમાં નેચરલ ડાયમંડના બદલે સુરતમાં તૈયાર થયેલા લેબગ્રોન ડાયમંડ (Lab Grown Diamond in Surat)ટક્કર આપી રહ્યા છે. જ્વેલરીની સાથે હવે લક્ઝરિયસ એસેસરીને (Lab Grown Accessory) વધુ લક્ઝરિયસ બનાવવા માટે લેબગ્રોન ડાયમંડથી એને ડેકોરેટ કરવામાં આવે છે.
આ પણ વાંચો: #Agnipath સેનાની ત્રણે પાંખમાં 40,000 અગ્નિવીરોની ભરતી થશે, જાણો જોડાવાની પ્રક્રિયા
વધી રહી છે માંગ: વિશ્વભરમાં લેબગ્રોન ડાયમંડમાંથી તૈયાર જ્વેલરીની માંગ વધી રહી છે. પરંતુ હાલ લક્ઝરિયસ એસેસરીને પણ વધુ લક્ઝરિયસ બતાવવા માટે એક ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં અમેરિકા સહિત અન્ય દેશોના લોકો સુરતમાં તૈયાર થયેલા લેબગ્રોન ડાયમંડમાંથી લક્ઝરિયસ એસેસરિઝનું માંગ કરી રહ્યા છે. હજારો લેબગ્રોન હીરાથી જડિત આ એસેસરીઝની કિંમત વસ્તુની કિંમત કરતા પણ બે થી ત્રણ ગણી વધી જાય છે. જ્યારે આ ડાયમંડ ઘડિયાળમાં લાગે છે તો તેની કિંમત રૂપિયા 7 લાખથી લઈને 14 લાખ સુધી થઈ જતી હોય છે.
દરેક વસ્તુમાં 1 હજારથી વધુ ડાયમંડ: લેબગ્રોન ડાયમંડ અને સોનામાંથી બનતા આઈફોનના કવર, અન્ય મોંઘા મોબાઈલના કવરની કિંમત પોણા બે લાખથી અઢી લાખ સુધી થાય છે. આ માટે પહેલા એને તૈયાર કરવામાં આવે છે. પછી મોબાઈલ પર ફીટ થાય છે. આવી દરેક વસ્તુઓમાં 1 હજારથી પણ વધુ લેબગ્રોન ડાયમંડ અને સોનાનો ઉપયોગ થાય છે. સ્ટાન્ડર્ડ વોચ તેમજ સ્માર્ટ વોચની વાત કરવામાં આવે તો વિદેશમાં રહેતા શ્રીમંત લોકો માલ પોતાની ઘડિયાળને વધુ આકર્ષક બનાવવા માટે સુરતના આ ડાયમંડનો ઉપયોગ કરે છે. તો કેટલાક ખાસ ડીઝાઈન પણ કરાવી રહ્યા છે.
આ પણ વાંચો: મહેસાણા આમ આદમી પાર્ટીએ રાજ્યમાં વીજળી બાબતે કલેક્ટરને શું રજૂઆત કરી
લોગો પણ ડાયમંડના: માત્ર ઘડિયાળ કે મોબાઈલ કવરથી વાત અટકતી નથી. પણ કારના લોગો, બેલ્ટ, લોક, બ્રેસ્ટલેટ, ઘળિયાળની ચેઈન જેવી વસ્તુઓમાં આ હીરા વપરાય છે. જેથી આ તમામ વસ્તુઓ વધારે લક્ઝરી લાગે છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિ રજનીકાંત ચાંચડએ જણાવ્યું હતું કે, પેન અને ચશ્મામાં પણ લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ કરવામાં આવે છે. અમે લક્ઝરિયસ આઇટમને વધુ લક્ઝરિયસ કરીને આપીએ છીએ.
વિદેશમાં ડિમાન્ડ: હાલ અમેરિકા સહિત અન્ય દેશો અને ભારતમાં દક્ષિણ ક્ષેત્રમાં તેની ખૂબ જ ડિમાન્ડ છે. આ રિયલ ડાયમંડ ની સરખામણીમાં ખૂબ જ સસ્તો હોય છે. એક જ સંસ્થા બન્નેને સર્ટિફિકેટ આપે છે. આ પર્યાવરણને કોઈ હાનિ પહોંચાડતો નથી. સુરતમાં બનતી લેબગ્રોન ડાયમંડની એસેસરિઝનું દેશની સાથે સાથે વિદેશમાં પણ મોટી ડિમાન્ડ છે. રિયલ ડાયમંડ ની જેમ રીસેલ વેલ્યુ પણ મળતી હોય છે. દક્ષિણ ભારત સહિત અમેરિકા જેવા દેશો હાલ લેબગ્રોન ડાયમન્ડ જડિત મોબાઈલના કવર, સ્માર્ટ વોચના કવર, ચશ્મા, બેલ્ટ, ફેન્સી લોક અને ઘડિયાળ સહિતની એસેસરીની ડિમાન્ડ વધી રહી છે. જેની કિંમત લાખોમાં છે. જોકે, આને પણ રીયલ ડાયમંડ કરતા ઓછી કિંમતના મનાય છે.