ETV Bharat / city

સુરત : લગ્ન કરીને બે મહિનામાં જ 4.50 લાખના ઘરેણા લઇ જનારી લૂંટેરી દુલ્હન ઝડપાઈ - સરથાણા પોલીસ મથક

સુરતમાં લૂંટેરી દુલ્હન એન્ડ ગેંગ ( Looteri Dulhan and Gang ) સક્રિય થઇ છે. થોડા દિવસો અગાઉ વરાછા પોલીસ મથકમાં લૂંટેરી દુલ્હન ( Looteri Dulhan ) વિરૂદ્ધ એક ગુનો નોંધાયો હતો. જેની તપાસ હજુ ચાલી જ રહી છે. એવામાં સુરતના સરથાણા વિસ્તારમાં લૂંટેરી દુલ્હન ( Looteri Dulhan ) દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Looteri Dulhan
Looteri Dulhan
author img

By

Published : Jun 9, 2021, 8:37 PM IST

  • સુરતમાં થોડા દિવસોમાં જ Looteri Dulhan ના બે શિકાર
  • Looteri Dulhan એ સરથાણા રત્ન કલાકારના 4.50 લાખ ખંખેર્યા
  • અગાઉના પતિ સાથે Looteri Dulhan એ 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા

સુરત : સરથાણા વિસ્તારમાં યુવક સાથે લગ્ન કરીને 2 મહિનામાં જ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને દુલ્હન ફરાર થઇ ગયી હતી. આ મામલે યુવકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે લૂંટેરી દુલ્હન ( Looteri Dulhan ) ને ઝડપી પાડી છે.

લગ્ન કરીને બે મહિનામાં જ 4.50 લાખના ઘરેણા લઇ જનારી લૂંટેરી દુલ્હન ઝડપાઈ

મૂળ મહારાષ્ટ્રની મમતા સાથે 4 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા

સુરતના સરથાણામાં શામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ શિયોરા રત્ન કલાકાર છે. 6 મહિના પહેલા તેમના સંબંધી હરસુખના દુકાને મમતા દૌરાણી નામની મહિલા ખરીદી માટે આવતી હતી. મમતા મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે. મમતાએ હરસુખને કહ્યું હતું કે, "કોઈ સારો યુવક હોય તો બતાવજો લગ્નની વાત કરવી છે. એટલે હરસુખે નરેશને આ વાત કરતા નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી. ત્યારે મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યાર બાદ તે લગ્ન કરશે. નરેશ શિયોરાએ તૈયારી બતાવતા બંનેએ 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે મમતાની માતા અને નરેશના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સારી રીતે રહેવા લાગ્યા હતા.

Looteri Dulhan
Looteri Dulhan

પહેલા પતિ સાથે લગ્નના 15 દિવસમાં જ ડિવોર્સ લઈ લીધા હતા

7 એપ્રિલના રોજ નરેશની ફોઈની દીકરીનું મામેરુ હોય નરેશના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તેમજ ઘરમાં બીજા ઘરેણાં અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા. 25 માર્ચની રાત્રે મમતા ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. પત્ની અને ઘરમાં રાખેલા દાગીના બન્ને ગાયબ હોવાનું માલૂમ પડતા નરેશે તેમના સબંધી હરસુખભાઈને ત્યાં તપાસ કરી હતી પરંતુ હરસુખને આ મામલે કોઈ જાણકારી ન હોવાનું કહ્યું હતું પરંતુ નરેશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ માટે મમતાએ પહેલા પતિ પાસેથી પૈસા પણ લીધા હતા. આ મામલે નરેશ શિરોયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન ( Looteri Dulhan ) મમતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આખરે લૂંટેરી દુલ્હન ( Looteri Dulhan ) ને ઝડપી પાડી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.