ETV Bharat / city

સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી કતારો લાગી - Remedicivir Injection Shortage

કોરોનાની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે સુરતમાં સિવિલ હોસ્પિટલ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો ઇન્જેક્શન લેવા માટે બે કલાકથી પણ વધારે સમયથી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શનના ભાવ બમણા વસૂલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકારે પૂરતા ઇન્જેક્શન ફાળવવા અને ઇન્જેક્શનના ભાવ નક્કી કરવા પણ લોકોએ અપીલ કરી હતી.

સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી કતારો લાગી

author img

By

Published : Apr 8, 2021, 3:49 PM IST

Updated : Apr 8, 2021, 4:57 PM IST

  • સુરતમાં કોરોનાના કેસમાં વધારો
  • રેમડેસીવીર ઇન્જેક્શનની અછત
  • મેડીકલ સ્ટોર બહાર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાબી કતારો લાગી

સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાની સારવારમાં જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શનની સુરતમાં અછત જોવા મળી રહી છે. ઈન્જેકશનને લઈને લોકોની લાંબી કતારો જોવા મળી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલા છયડા મેડીકલ સ્ટોર બહાર 200 થી વધુ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. લોકોએ જણાવ્યું હતું કે, ઈન્જેકશની અછત છે. 5 ઈન્જેકશની સામે માત્ર એક જ ઇન્જેક્શન મળી રહ્યું છે. લોકો ઇન્જેક્શન લેવા માટે બે કલાકથી પણ વધારે સમયથી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શનના ભાવ બમણા વસૂલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકારે પૂરતા ઇન્જેક્શન ફાળવવા અને ઇન્જેક્શનના ભાવ નક્કી કરવા પણ લોકોએ અપીલ કરી હતી.

સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી કતારો લાગી

આ પણ વાંચોઃ જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા

ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાનો આક્ષેપ

આ ઈન્જેક્શન માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લોકો કલાકોથી તડકામાં લાઈનમાં ઉભા રહે છે અને તેઓને અહીથી 1200 રૂપિયામાં ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય ખાનગી હોસ્પિટલમાં 4 થી 5 હજાર રૂપિયા વસૂલાતા હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકોને ના છૂટકે ઈન્જેકશના બમણા ભાવ ચૂકવી ખરીદી કરવી પડી રહી છે. કેટલીક જગ્યાએ આ ઈન્જેકશનની કાળા બજારી થતી હોવાનો પણ લોકએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચોઃ ઝાયડસે ફ્કત રૂપિયા 899માં રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું કર્યું શરૂ

લોકોને પડી રહી છે ભારે હાલાકી

સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ હોસ્પિટલના બેડ પણ હાઉસ ફૂલ થઇ રહ્યા છે. ત્યારે લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. સરકાર સુરતની સ્થિતિને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માગ પણ ઉઠી છે.

Last Updated : Apr 8, 2021, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.