ETV Bharat / city

સુરતની સહકારી બેંકોમાં આત્મનિર્ભર લોન યોજનાના ફોર્મ મેળવાવા લાંબી લાઇનો - lockdown in Gujarat

લોકડાઉનના છેલ્લા બે માસથી સૌથી કફોડી હાલતમાં મુકાયેલા સામાન્ય વર્ગથી નાના વ્યવસાયિકોને આત્મનિર્ભર કરવા રાજ્ય સરકારે આત્મનિર્ભર લોન યોજનાની જાહેરાત કરી છે. જ્યાં ગુરૂવારથી સુરતની સહકારી,કો-ઓપરેટિવ, ક્રેડિટ જેવી બેંકો પરથી આત્મનિર્ભર લોન યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ મેળવવા સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બેંક બહાર સવારના દસ વાગ્યાથી લોન ધારકો ફોર્મ મેળવવા માટે લાંબી કતારમાં જોવા મળ્યા હતા.

Long line of self-reliant loan scheme forms
સહકારી બેંકોમાં આત્મનિર્ભર લોન યોજનાના ફોર્મ
author img

By

Published : May 21, 2020, 5:08 PM IST

સુરતઃ કોરોના વાયરસના પગલે છેલ્લા બે માસથી ચાલી રહેલા લોકડાઉનના કારણે સામાન્ય વર્ગથી લઈ નાના વ્યવસાયિકોની હાલત કફોડી બની છે. તે દરમિયાન આવા લોકોને આત્મનિર્ભર કરવા રાજ્ય સરકારે એક પ્રયાસ કરી રૂપિયા 1 લાખ સુધીની લોન આપવામાં "આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાના ફોર્મનું વિતરણ ગુરૂવારથી શહેરની સહકારી, ક્રેડિટ તેમજ ડિસ્ટ્રીકટ સહિત કો-ઓપરેટિવ બેંકો પરથી કરવામાં આવી રહ્યું છે.

સુરતની સહકારી બેંકોમાં આત્મનિર્ભર લોન યોજનાના ફોર્મ મેળવાવા લાંબી લાઇનો

સુરતની વરાછા કો-ઓપરેટિવ બેંક બહાર સવારના દસ વાગ્યાથી લોકોની લાંબી કતારો જોવા મળી. અહીં આત્મનિર્ભર યોજનાના ફોર્મ મેળવવા લોકોએ રીતસરનો ઘસારો કર્યો હતો. બેંક દ્વારા પણ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તેવા પ્રયાસ કર્યા હતા. બેંક પર ફોર્મ મેળવવા મોટા ભાગના દરજી, પાનના ગલ્લા વાળા, વાળંદ સહિત ફેરિયાઓ જોવા મળ્યા હતા તેઓએ જણાવ્યું કે, રાજ્ય સરકારની આ જાહેરાત સામાન્ય વર્ગ માટે આશીર્વાદ સમાન બની રહેશે. બે માસથી જે કામ-ધંધા બંધ હોવાના કારણે જે હલાકીઓ પડી તેની ભરપાઈ હવે લોનના રૂપિયાથી કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.