ETV Bharat / city

સુરતના વોર્ડ નં. 28માં ઔદ્યોગિક પ્રદૂષણથી સ્થાનિકો પરેશાન, ચૂંટાયેલા નેતાઓ ફરકતા પણ નથી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દર વખતે પાણી, રોડ અને ડ્રેનેજ જેવી સમસ્યાઓ સામે આવતી હોય છે. જે ચૂંટણીનો મુદ્દો બનતો હોય છે. પરંતુ સુરતના વોર્ડ નંબર. 28માં આ વખતે ચૂંટણીનો મુદ્દો ઔદ્યોગિક વિસ્તારમાંથી આવતા પ્રદૂષણનો છે. કાળા રંગના રજકણોના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મહિલાઓ દિવસમાં ચારથી પાંચ વખત સાફસફાઈ કરતી હોવા છતા રજકણોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠી છે.

સુરતના વોર્ડ નં. 28માં ઔદ્યોગિક પ્રદૂષણથી સ્થાનિકો પરેશાન

author img

By

Published : Feb 8, 2021, 1:35 PM IST

  • મિલોમાંથી નીકળતા કાળા ધુમાડાના કારણે કાળા રંગના રજકણોનો ત્રાસ
  • ચૂંટાયેલા નેતાઓ ફરકતા પણ ન હોવાથી આ વખતે એક પણ જૂના નેતાને વોટ નહીં
  • દિવસ દરમ્યાન ઘરે રહેતી મહિલાઓને સૌથી વધુ હેરાનગતિ

સુરત: સુરતનાં વોર્ડ નંબર 28માં પાંડેસરા વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તારમાં પાંડેસરા જીઆઇડીસી છે. શહેરના મધ્યમાં આવેલ જીઆઇડીસીના કારણે આસપાસના વિસ્તારમાં લોકોને પ્રદૂષણના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જીઆઇડીસીના ખાસ બાજુમાં આવેલ સોસાયટીઓમાં મિલોમાંથી નીકળતા કાળા ધુમાડાના કારણે કાળા રંગના રજકણ મકાનો પર જામી જાય છે. એટલું જ નહિ આ રજ કણ ના કારણે વાસણો પણ ખરાબ થઈ જતા હોય છે. મહિલા ઓ દિવસ દરમિયાન અનેકવાર ઝાડુ પોતા કરતી હોય છે. આવી પરિસ્થિતિમાં જ તેઓ છેલ્લા દસ વરસથી રહ્યા છે. આ 10 વર્ષ દરમિયાન અનેકવાર ચૂંટણી આવી અને ગઈ પરંતુ આશ્વાસન બાદ પણ તેમની આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

સુરતના વોર્ડ નં. 28માં ઔદ્યોગિક પ્રદૂષણથી સ્થાનિકો પરેશાન, ચૂંટાયેલા નેતાઓ ફરકતા પણ નથી
પ્રદૂષણના કારણે અહીંની લોકો રોગગ્રસ્ત થઈ રહ્યા છેસ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ સમસ્યાના કારણે તેઓ ચૂંટણીનો વિરોધ કરશે. એવું જ નહિ અગાઉ ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોને આ વખતે મત આપશે નહીં. અનેકવાર રજૂઆત કર્યા છતાં અત્યાર સુધી કોઈ એ પણ તેમની વાત સાંભળી નથી પ્રદુષણના કારણે અહીંની લોકો રોગગ્રસ્ત થઈ રહ્યા છે. એટલું જ નહીં અહીં રહેતા લોકો આ પ્રદૂષણના કારણે પોતાના મકાનો વેચીને અન્ય વિસ્તારોમાં જઇ રહ્યા છે. જ્યારે મહિલાઓ પણ આ પ્રદૂષણના કારણે ત્રસ્ત છે. આખા દિવસ ઘરે રહેનારી મહિલાઓ દિવસભર સાફ સફાઈ કરતી હોય છે. તેઓએ જણાવ્યું હતું કે રસોઈઘરમાં રજકણના કારણે રસોઇ કરવા માટે પણ તેઓને ખૂબ જ તકલીફ થતી હોય છે તેમજ વાસણો દૂષિત થઇ જતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.