- સુરતના સોની ફળિયામાં બિસ્માર રોડથી લોકોમાં હાલાકી
- સ્થાનિકો અને દુકાનદારોએ હાથ પર કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ
- મહાનગરપાલિકાને રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ કર્યો
સુરતઃ મહાનગર હોવા છતાં પણ સુરતના રસ્તાની હાલત ગામડાના રસ્તા કરતાં પણ ખરાબ થઈ છે. સુરતના સોની ફળિયામાં બિસ્માર રોડ હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. લોકો આ અંગે મહાનગરપાલિકાને પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને કંઈ સંભળાતું નથી તેવું લાગી રહ્યું છે. છેવટે સ્થાનિકો અને દુકાનદારો કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા મેદાને ઉતર્યા હતા.
આ પણ વાંચો- દહેગામ APMC માર્કેટમાં ખેડૂતોએ હોબાળો મચાવી વિરોધ કર્યો
ચોમાસા પહેલા આ હાલ છે તો ચોમાસામાં શું થશેઃ સ્થાનિકો
સોની ફળિયા નજીક રોડ બિસ્માર હાલતમાં છે, જેના કારણે અહીં રહેતા સ્થાનિકો અને દુકાનદારોને ખૂબ જ તકલીફ પડી રહી છે. આથી રહીશો અને દુકાનદારોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રિમોન્સૂન પહેલાં જ સોની ફળિયા વિસ્તારના લોકોએ થર્ડ ક્લાસ રોડના કારણે પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી રોષે ભરાયા છે. પાણીની ભીંત સુધીના રોડને લઈ નાના વેપારીઓએ સવારથી સાંજ સુધી બ્લેક ડે મનાવવાનું નક્કી કરી કાળી પટ્ટી પહેરી પાલિકાનો વિરોધ કર્યો છે. રોડ મુદ્દે વેપારીઓની આ લડતમાં સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓ પણ આ જોડી કાળી પટ્ટી તેમને બાંધી છે.
આ પણ વાંચો- સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સે યોગગુરુ રામદેવના નિવેદનનો વિરોધ કર્યો
કોર્પોરેટર્સ અને મહાનગરપાલિકા બંને રજૂઆત નથી સાંભળતાઃ દુકાનદારો
દુકાનદાર રમેશભાઈએ જણાવ્યું હતું કે, સોની ફળિયા મેઈન રોડ પર તેઓની દુકાન છે અને અહીં બિસ્માર રોડના કારણે તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમે બે મહિનાથી મનપા અને કોર્પોરેટરોને રજૂઆતો કરી છે. પરંતુ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી. જેથી ના છૂટકે અમે વિરોધ નોંધાવી રહ્યા છે. અને આગામી સમયમાં પણ જો અમારી માંગ પૂરી નહિ થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશું.