ETV Bharat / city

સુરત મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ કમિશ્નરને પત્ર, પોલીસ દ્વારા લોકો પર કરાઈ રહ્યા છે ખોટા કેસ

સુરત પોલીસ દ્વારા પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા ખોટા કેસ બનાવી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આ ધણાં લાંબા સમયથી ચાલતી સમસ્યા છે. તેનો ઉકેલ લાવવા માટે સુરત મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.

સુરત મેજિસ્ટ્રેટ
સુરત મેજિસ્ટ્રેટ
author img

By

Published : Mar 29, 2021, 7:28 PM IST

  • ખોટા કેસ નહિં કરવા મેજિસ્ટ્રેટે પોલીસ કમિશ્નરને કર્યું સૂચન
  • પત્રમાં પોલીસ દ્વારા થઈ રહેલા ખોટા કેસનો ઉલ્લેખ
  • જે તે વિભાગના પોલીસ કર્મચારીઓ પર થશે કાર્યવાહી

સુરત: સુરત મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં પોલીસ દ્વારા લોકો દ્વારા ખોટા કેસ કરાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ ટાર્ગેટ પૂરા કરવા માટે લોકો પર કલમ 151 અને કલમ 188 મુજબના ખોટા કેસ કરી રહી છે. ત્યારે ખોટા કેસ કરવામાં આવશે તો જે તે વિભાગના પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થશે.

સુરત મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ કમિશ્નરને પત્ર

મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર

પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા કોવિડ-19ની મહામારીને લઈ ભારત સરકાર દ્વારા તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વખતોવખત ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. કોવિડની મહામારીને લઈને સુરત શહેર વિસ્તાર પુરતા અલગ અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જે ચુસ્તપણે અમલ કરવા માટે પોલીસ કાર્યક્ષેત્રે વિસ્તાર પોલીસ સ્ટેશન ઇન્ચાંંર્જ દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો:સુરત મેજિસ્ટ્રેટનું નવું જાહેરનામું: 15 ઓક્ટોબરથી 75 ટકા કેપેસિટી સાથે દોડશે ST બસ

પોલીસ ખોટા કેસ કોર્ટ સમક્ષ હાજર કરે છે

સુરત શહેરની ફરજ દરમિયાન પોતાના કાર્યક્ષેત્ર વિસ્તાર હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓ વિરુદ્ધમાં અટકાયત પગલા રૂપે CRPC કલમ 109, 110, 151 મુજબના ચેપ્ટર કેસોની કસ્ટડી રજૂ કરવામાં આવી છે. ઘણા દિવસોથી અમારી સમક્ષ રજૂ કરવામાં આવતા ચેપ્ટર કેસોની કસ્ટડીમાં મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા ખોટા અટકાયતી કેસો કરેલા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ખરેખર શરીર સંબંધી, જાહેર સુલેહ, શાંતિ ભંગવાળા કિસ્સાઓમાં અટકાયતી પગલાં ભરવા જોઇએ તેની જગ્યાએ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કમિશનરના જાહેરમાં ભંગવાળા કિસ્સાઓમાં પકડાયેલા વ્યક્તિઓ ઉપર ખોટી રીતના CRPCની કલમ 109,110,151 મુજબના ચેપ્ટર કેસ કરીને સદર વ્યક્તિઓને પોલીસ કસ્ટડીમાં રાખીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે.

કુલ 30 પોલીસ સ્ટેશનોમાંથી રોજના આશરે 250થી 300 ખોટા કેસ દાખલ થાય છે

પોલિસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા ભંગ કિસ્સાઓમાં IPC-188 મુજબના જામીનલાયક કેસો કરવાની કાર્યવાહી રહેતી હોય છે. પરંતુ તેને બદલે CRPC કલમ 109,110,151 મુજબનો ચેપ્ટર કેસો કરતા હોવાથી હકીકત આરોપીના નિવેદનોના દ્વારા જણાવાઈ છે. તેમજ વધુને વધુ અટકાયતી પગલાઓનો ટાર્ગેટ પૂરા કરવા પોલીસ મથકના અમલદાર દ્વારા આવી રીતે પ્રથાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે જે યોગ્ય નથી તેમજ દરેક પોલીસ સ્ટેશન દીઠ સરેરાશ 15થી 20 આરોપીઓની કસ્ટડી અમારી સમક્ષ રજૂ કરતા હોય છે. આમ આપણા કાર્યક્ષેત્ર વિસ્તારના કુલ 30 પોલીસ સ્ટેશનોમાંથી રોજના આશરે 250થી 300 ચેપ્ટર કેસ રજુ કરવામાં આવતા હોય છે.

આ પણ વાંચો:પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર પાસા હેઠળ આરોપીને મધસ્થ જેલ સુરત ખાતે મોકલાયો

ખોટા કેસ કોરોનાને પણ આપે છે આમંત્રણ

પાંડેસરા, લિંબાયત, ડીંડોલી, સચિન, સચિન જીઆઇડી, અઠવા, વરાછા અને અમરોલી પોલીસ મથકો દ્વારા આશરે સરેરાશ 25થી 30 જેટલા આરોપીઓની કસ્ટડી રજૂ કરવામાં આવતી હોય છે કોર્ટ કચેરીમાં પોલીસ જાપ્તા સાથે આવતી કસ્ટડી મુજબ આશરે 250થી 300 માણસો ઉપરાંત તેઓને છોડાવવા માટે આવતા સગા સબંધીઓ અને જમીનદારો તથા વકીલો ઉપસ્થિત રહેતા હોય છે, જેના કારણે બહુમાળી બિલ્ડીંગના બીજા માળે કોવિડ-19 મહામારી બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સરકારના ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અંગેની ચુસ્તપણે અમલવારી થતી નથી.

પોલીસ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા બનાવે છે ખોટા કેસ

હવે ભવિષ્યમાં જાહેરનામા ભંગવાળા કિસ્સાઓમાં પકડાયેલા વ્યક્તિઓ ઉપર CRPC કલમ 109,110,151 મુજબના ખોટી અને ઉપજાવી કાઢેલી ફરિયાદીવાળા કરવામાં આવેલા ચેપ્ટર કેસોના કિસ્સાઓમાં સરકાર તરફ પોલીસ ફરિયાદી અને પોલીસ-સાહેદો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી નોંધ લેવા જણાવેલ છે. તેમજ તમામ પોલીસ અમલદારોને CRPC કલમ 109,110, 151 મુજબના ચેપ્ટર કેસોની વ્યાખ્યા મુજબના બનતા જાહેર સુલેશાંતિ ભંગના બનાવો કિસ્સાઓમાં ચેપ્ટર કેસો કરવા જાહેરનામા ભંગના કિસ્સાઓમાં IPC કલમ 188 મુજબના કેસો કરવા અને પોલીસ અમલદારો દ્વારા અટકાયતી પગલાઓના હેડ હેઠળના ટાર્ગેટ પૂરો કરવા વધુને વધુ કેસો કરવાની પ્રથાનો અમલ નહીં કરવા પોલીસ કમિશનર દ્વારા યોગ્ય સુચના આપવા વિનંતી કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.