ETV Bharat / city

l એન્ડ Tએ સુરતમાં હોસ્પિટલ્સને પ્રથમ બે મેડિકલ–ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટ્સ કર્યાં ડિલિવર - seva news

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ભારત કોવિડ-19ની બીજી લહેરનો સતત સામનો કરી રહ્યું છે. ત્યારે l એન્ડ Tએ આજે સુરતમાં હોસ્પિટલ્સને પ્રથમ બે ઓક્સિજન જનરેટિંગ યુનિટ્સ ડિલિવર કર્યાં છે.

l&Tએ આજે સુરતમાં હોસ્પિટલ્સને પ્રથમ બે ઓક્સિજન જનરેટિંગ યુનિટ્સ ડિલિવર કર્યાં

author img

By

Published : May 17, 2021, 9:15 AM IST

Updated : May 17, 2021, 10:50 AM IST

  • l એન્ડ Tએ આજે સુરતમાં હોસ્પિટલ્સને પ્રથમ બે ઓક્સિજન જનરેટિંગ યુનિટ્સ ડિલિવર કર્યાં
  • l એન્ડ T સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે વહીવટીતંત્ર સાથે કામ કરવાની તેની કટીબદ્ધતા ઉપર અડગ
  • દક્ષિણ ગુજરાતમાં 24 વેન્ટિલેટર્સ કર્યા સપ્લાય

સુરત: ભારત કોવિડ-19ની બીજી લહેરનો સતત સામનો કરી રહ્યું છે. ત્યારે l એન્ડ Tએ આજે સુરતમાં હોસ્પિટલ્સને પ્રથમ બે ઓક્સિજન જનરેટિંગ યુનિટ્સ ડિલિવર કર્યાં છે. સ્મિમેર હોસ્પિટલ અને ન્યુ સિવિલ હોસ્પિટલ બન્નેએ 700 લિટર્સ/મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન કરવા સક્ષમ 22 ઓક્સિજન જનરેટર્સ પૈકીના પ્રથમ મેળવ્યાં છે.

દક્ષિણ ગુજરાતમાં 24 વેન્ટિલેટર્સ કર્યા સપ્લાય

આ પણ વાંચો: સુરતમાં L એન્ડ Tએ વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને લીલી ઝંડી આપી

હોસ્પિટલ્સને આગામી 10-15 વર્ષ સુધી સેવાઓ પૂરી પાડશે

ઓક્સિજન પ્લાન્ટ્સ રવાના કરવામાં આવ્યાં હતાં. આ યુનિટ્સ ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. રાગિણી વર્મા અને સ્મિમેર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. વંદના દેસાઇને સોંપવામાં આવશે. વિશ્વના અલગ-અલગ ભાગોમાંથી અને ભારતમાંથી વિવિધ ચીજોના આગમન સાથે 22 ઓક્સિજન જનરેટર યુનિટ્સનું ઉત્પાદન, એસેમ્બલ અને ટેસ્ટિંગ એલએન્ડટી હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પલેક્ષ ખાતે થઇ રહ્યું છે. જે બાદ તેને ઓક્સિજનની ભારે અછતનો સામનો કરી રહેલી સમગ્ર ભારતની હોસ્પિટલ્સમાં મોકલવામાં આવશે. l એન્ડ Tનું લાંબાગાળાનું સોલ્યુશન દેશમાં મેડિકલ-ગ્રેડ ઓક્સિજનની માંગને પૂર્ણ કરશે તેવી અપેક્ષા છે. તથા હોસ્પિટલ્સને આગામી 10-15 વર્ષ સુધી સેવાઓ પૂરી પાડશે.

સિસ્ટમને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત

l એન્ડ Tના CEO અને MD એસ.એન. સુબ્રમણિયને કહ્યું હતું કે, “આપણે આરોગ્ય સંભાળ સિસ્ટમને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને પહેલાં કરતાં વધુ સારી રીતે સમજીએ છીએ અને તે વર્તમાન આરોગ્ય કટોકટીમાં જીવન બચાવવા પૂરતું જ નહીં, પરંતુ હોસ્પિટલ્સને ભવિષ્યમાં આ પ્રકારની આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા માટે સારી રીતે સજ્જ કરવા બાબતે પણ લાગુ પડે છે. દરેક નાગરિકને આ મહામારીમાંથી બહાર આવવા મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શક્ય તેટલો સપોર્ટ કરવાનું સુનિશ્ચિત કરવા l એન્ડ T સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે વહીવટીતંત્ર સાથે કામ કરવાની તેની કટીબદ્ધતા ઉપર અડગ છે.”

આ પણ વાંચો: સુરત: સ્વદેશી કંપની દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ

પ્લગ-એન્ડ-પ્લે સિદ્ધાંત ઉપર કામ

પ્રત્યેક યુનિટમાં કમ્પ્રેસર, એર ઇનટેક વેસલ, ડ્રાયર, ઓક્સિજન જનરેટર અને ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક સાથે ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ છે. જે હોસ્પિટલ્સ અથવા મેડિકલ સુવિધાની કુલ 1,750 બેડની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. આ યુનિટ્સ પ્લગ-એન્ડ-પ્લે સિદ્ધાંત ઉપર કામ કરે છે. એકવાર તમામ હિસ્સાઓને જોડ્યાં બાદ કમ્પ્રેસર થોડી જ મિનિટમાં હવાને ચોક્કસ પ્રેશર સાથે પહોંચવામાં મદદરૂપ બને છે. ત્યારબાદ જનરેટર પાઇપ્સમાં ઓક્સિજન પમ્પિંગ કરવાનું શરૂ કરે છે.

ઓક્સિજન કન્સન્ટ્રેટર વિતરિત કર્યાં

l એન્ડ Tએ તબીબી સાધનોની અછતને દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે દક્ષિણ ગુજરાતમાં 24 વેન્ટિલેટર્સ પણ સપ્લાય કર્યાં છે. કંપનીએ તેની કેટલીક પ્રોજેક્ટ સાઇટ્સ ઉપર ઓક્સિજન કન્સન્ટ્રેટર વિતરિત કર્યાં છે. કે જ્યાં પ્રોજેક્ટ સાઇટ્સ ઉપર શ્રમિકો રહે છે. આપાતકાલીન સ્થિતિનો સામનો કરવાની વ્યવસ્થાના ભાગરૂપે ઘણાં સ્થળો ઉપર નર્સિંગ સ્ટાફ અને મેડિકલ મોબાઇલ યુનિટ સાથે ડ્રાઇવરને 24x7 ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. તેણે કામદારો માટે રસીકરણનું પણ આયોજન કર્યું છે. જે માટે સ્થાનિક હોસ્પિટલ્સ અને હેલ્થ સેન્ટર્સ અથવા સ્થાનિક વહીવટીતંત્ર સાથે જોડાણ કરાયું છે. વિવિધ સાઇટ્સ ઉપર l એન્ડ Tના મોટી સંખ્યામાં કામદારોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.

Last Updated : May 17, 2021, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.