ETV Bharat / city

સુરતમાં વિધાનસભાના અધ્યક્ષ માફી માગે તેવી કોળી સમાજની માગ - GUJARAT

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા હતા. ત્યારે તેમને વિધાનસભામાંથી બહાર કાઢવામાં આવતા કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે બુધવારે કોળી સમાજ દ્વારા સુરત જિલ્લા કલેકટર વતી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવીને લોકસભા અધ્યક્ષ માફી માગે તેવી માગ કરવામાં આવી હતી.

સુરતમાં વિધાનસભાના અધ્યક્ષ માફી માગે તેવી કોળી સમાજની માંગ

author img

By

Published : Mar 17, 2021, 1:53 PM IST

  • ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં આવતા તેને બહાર કાઢવામાં આવ્યા
  • માગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી
  • જિલ્લા કલેકટર વતી રાજ્યપાલને આવેદનપત્ર

ગીર સોમનાથ: ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં આવતા તેમને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા બહાર કાઢવામાં આવતા કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે બુધવારે કોળી સમાજ દ્વારા સુરત જિલ્લા કલેકટર વતી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવીને લોકસભા અધ્યક્ષ માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. જો માગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા હતા.

સુરતમાં વિધાનસભાના અધ્યક્ષ માફી માગે તેવી કોળી સમાજની માંગ

ટી-શર્ટ પહેરીને આવેલા ધારાસભ્યને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા

ગતરોજ વિધાનસભા સત્ર ચાલી રહ્યું હતુ. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ગૃહની ગરીમાને શોભે તેવું ટી-શર્ટ પહેરીને આવવાની સુચના આપવામાં આવી હતી. જોકે, વિમલ ચુડાસમાએ પોતાનો પ્રવેશ યોગ્ય હોવાનું જણાવ્યું હતુ. દરમિયાન રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જો ધારાસભ્ય ન માને તો તેમને 3 દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

આ પણ વાંચો: કામદાર એકતા યુનિયને વિવિધ મુદ્દે જૂનાગઢ કલેક્ટરને આપ્યું આવેદન

સરકારે પહેરવેશને નિશાન બનાવીને સમાજનું અપમાન કર્યું

આ અંગે કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો વિમલ ચુડાસમાએ સમગ્ર મુદ્દે કહ્યું હતું કે, સભા ગૃહમાં અગાઉ અનેક ધારાસભ્ય ટી-શર્ટ પહેરીને આવ્યા છે. આ મારુ નહીં પરંતુ OBC સમાજનું અપમાન છે. હું OBC સમાજમાંથી આવું છું. સરકારે મારા પહેરવેશને નિશાન બનાવીને મારા સમાજનું અપમાન કર્યું છે.

આ પણ વાંચો: કપરાડાના શીલધા ગામના થાપલ હેડી ફળીયાના સ્થાનિકોએ રોડ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન

કોળી સમાજના આગેવાનો સુરત કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા

આજરોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોળી સમાજના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તેઓએ જિલ્લા કલેક્ટરને વતી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવીને ધારાસભ્ય વિમલ ચુડાસમાનું અપમાન થયું હોવાનું જણાવીને વિધાનસભાના અધ્યક્ષ સભા ગૃહમાં વિમલ ચુડાસમાની માફી માગે તેવી માગ કરી હતી. જો આગામી દિવસોમાં માંગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યભરમાં કોળી સમાજ એકત્રિત થઈ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.