ETV Bharat / city

વાઘ બારસ પર આ રીતે બનાવો વાઘની થ્રી ડાયમેન્શનલ રંગોળી - રંગોળી

દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. લોકો દિવાળીને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યાં છે. બધાના ચહેરા પર ચમક આવી રહી છે. દિવાળી પર્વમાં વાઘ બારસનુ પણ અનેરું મહત્વ છે. હવે વાઘબારસ ને ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ વર્ષે વાઘબારસ પર કંઈક નવું કરવાની તાલાવેલી સૌને છે. તો તેઓ માટે આ વર્ષે સુરતના ખૂબ જ જાણીતા રંગોળી કલાકાર હેમંતી જરદોશે શાકભાજીમાંથી વાઘની થ્રી ડાયમેન્શનલ રંગોળીની રીત જણાવી છે.

વાઘ બારસ પર બનાવો આ રીતે થ્રી ડાયમેન્શનલ વાઘની રંગોળી

author img

By

Published : Nov 11, 2020, 3:30 PM IST

  • વાઘબારસના પર્વે સજાવો વાઘની રંગોળી
  • શાકભાજીમાં બની થ્રી ડાયમેન્શનલ રંગોળી
  • વેજીટેબલ રંગોળી બનાવવાની આ રહી રીત

સુરત :હેમંતી જરદોશે બનાવેલી શાકભાજીની રંગોળીમાં માત્ર ગાજર, મૂળા અને લવંગના ઉપયોગથી વાઘની કૃતિ બનાવી શકાય છે. અને પ્લેટના ઉપયોગના કારણે તેની થ્રી ડાયમેન્શનલ અસર પણ જોવા મળે છે જેથી તે વધારે પ્રભાવશાળી દેખાશે.

શાકભાજીમાં બની થ્રી ડાયમેન્શનલ રંગોળી
  • વેજીટેબલ રંગોળી તૈયાર કરવાની રીત :

    સૌ પ્રથમ એક પ્લેટને ઉંધી મૂકો. ત્યારબાદ તેના પર વાઘના આંખ, નાક અને મોઢાને પેન્સિલ વડે દોરો. ગાજર, મૂળાની એકથી દોઢ ઈંચની પાતળી સળી બનાવો. લવંગને માથા ઉપર થી કાપી નાની નાની સળી તૈયાર કરો. તમે જે ચિત્ર દોર્યું છે તેના ઉપર તમે ગાજર અને મૂળાનો ભૂકો પણ શરૂઆતમાં પાથરી શકો છો..ત્યારબાદ ગાજર , મૂળા અને લવંગની સળી સાચવીને ગોઠવો. જેનાથી રંગોળી વધારે આર્કષિત બની શકશે. આ વેજીટેબલ રંગોળી બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ શાકભાજી છે જે જલદીથી સૂકાઈ જાય છે તેથી કાપીને તરત જ રંગોળી તૈયાર કરી દેવી , બહાર લાંબો સમય રાખી શકાશે નહી. તેના ઉપર પ્લાસ્ટિકનું કવર ઢાંકી ફ્રીઝમાં એક દિવસ તમે સાચવી શકશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.