ETV Bharat / city

સુરતના વરાછામાં CAની વિદ્યાર્થીનું અપહરણ, 10 લાખ ખંડણીની માંગણી

author img

By

Published : Jul 30, 2021, 10:24 AM IST

સુરતના વરાછા વર્ષા સોસાયટીમાં રહેતી અને CA નો અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતી બુધવારે સાંજના સમયે ઘરેથી બુક લેવા જવા માટે નીકળ્યા બાદ તેનું અપહરણ થઈ ગયું હતું. અપહરણકર્તાએ યુવતીના રત્નકલાકાર પિતાને ફોન કરીને મુક્ત કરવા માટે રૂપિયા 10 લાખની ખંડણીની પણ માંગણી કરી છે.

સુરતના વરાછામાં CAની વિદ્યાર્થીનું અપહરણ

  • ઘરેથી બુક લેવા જવા માટે નીકળ્યા બાદ તેનું અપહરણ થયું
  • રત્નકલાકાર પિતાને ફોન કરીને મુક્ત કરવા માટે રૂપિયા 10 લાખની ખંડણીની પણ માંગણી
  • બંને જણા પોતાના મોબાઇલ ફોન પણ ઘરે મૂકીને જતા રહ્યા છે

સુરત : વરાછા વર્ષા સોસાયટીમાં રહેતી અને CA નો અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતી બુધવારે સાંજના સમયે ઘરેથી બુક લેવા જવા માટે નીકળ્યા બાદ તેનું અપહરણ થઈ ગયું હતું. અપહરણકારે યુવતીના રત્નકલાકાર પિતાને ફોન કરીને મુક્ત કરવા માટે રૂપિયા 10 લાખની ખંડણીની પણ માંગણી કરી છે. જે બાદ ખંડણીના ફોનથી પરિવાર ચિંતામાં મુકાયો હતો અને આ મામલે વરાછા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ પણ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

યુવતી CAનો અભ્યાસ કરે છે
વરાછા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, યુવતીને જેની સાથે કહેવાતો પ્રેમસંબંધ હતો તે યુવક પણ ઘરેથી ગુમ છે. બંને જણા એક સાથે જ હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં હાલ પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે .વરાછા વર્ષા સોસાયટી પાસે આવેલી ડાયા પાર્ક સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાની મજૂરી કામ કરતા લાખાભાઈ સોલંકીની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા એક કલાસીસમાં CAનો અભ્યાસ કરે છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને લખ્યો પત્ર,પાક લોનની ચૂકવણી પર મુદ્દત વધારવાની વિનંતી

10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી

લાખા ભાઈની દીકરી ઘરેથી તેના અભ્યાસને બુક લેવા માટે જઈ રહી હોવાનું કહીને ઘરે પરત ફરી ન હતી. કલાકો સુધી પુત્રી ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારજનો પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે જો તમારી પુત્રી જોતી હોય તો 10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યો હોવાનો ફોન આવતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને બનાવ અંગે પોલીસને જાણ કરતા બનાવની ગંભીરતાથી લઇ વરાછા પોલીસે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : રિપોર્ટમાં ખુલાસો: તાલિબાન દ્વારા દાનિશ સિદ્દીકીની નિર્દયતાથી હત્યા

યુવતી CCTV ફુટેજમાં નજર આવે છે

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પટોળા સુધી જતી CCTV ફુટેજમાં નજરે પડે છે. તેમજ આ યુવતીનો કાપોદ્રા રહેતા મૂળ રાજસ્થાનના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો તે પણ ઘરેથી ગુમ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ આશંકા સેવી રહી છે કે યુવતી તેના પ્રેમી સાથે છે અને બંને જણા પોતાના મોબાઇલ ફોન પણ ઘરે મૂકીને જતા રહ્યા છે.નવા નંબરથી યુવતીના પિતાને ફોન કરી ખાંડીને માંગી કરીને ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું હોવાની પણ આશંકા પોલીસે કરી છે અને તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.