સુરત: ધંધૂકામાં હિન્દુ યુવક કિશન બોળીયાની હત્યાને (Kishan Bharwad Murder Case 2022) લઈને સમગ્ર રાજયમાં પડઘા પડી રહ્યા છે. ત્યારે કામરેજ ખાતે હિન્દૂ સંગઠનો દ્વારા રેલી કાઢી પ્રાંત કચેરીએે આવેદનપત્ર આપ્યું હતું. આજ રોજ સુરત જિલ્લાના કામરેજ ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કામરેજ ચાર રસ્તાથી રેલી કાઢી (Kamrej Hindu Sangathan Rally ) કામરેજ પ્રાંત કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર સમગ્ર ઘટનાના મૂળ સુધી જાય અને હત્યારાઓને ફાંસીની સજા થાય એવી માગ કરી હતી. રેલીમાં બહોળી સંખ્યામાં હિન્દૂ યુવાનો જોડાયાં હતાં અને યુવાનોમાં આક્રોશ (Protest over murder of Dhandhuka Hindu youth) જોવા મળ્યો હતો. જેને લઇને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કામરેજ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના
ધંધૂકા ખાતે રહેતા કિશન ભરવાડ નામના યુવકે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મૂકી હતી. જેને લઈને વિવાદ થયો હતો. જોકે કિશન ભરવાડ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ થઈ હતી અને કિશન ભરવાડે મુસ્લિમ સમાજની માફી માંગી લેતા બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું, સમાધાન થઈ ગયા છતાં જે કટ્ટર હત્યારા હતાં. તેઓ સમાધાનમાં માનતા ન હતાં અને તેઓએ કિશન ભરવાડની રેકી કરી કિશન ભરવાડ પર ફાયરિંગ કરી હત્યા (Kishan Bharwad Murder Case 2022) કરી દીધી હતી. જેને લઈને સમગ્ર રાજ્યના હિન્દૂ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મૃતક કિશન ભરવાડની અંતિમયાત્રામાં હજારો લોકો એકઠા થયા હતાં અને હત્યારાઓના મૂળ સુધી સરકાર પહોંચે એવી માગ કરી હતી.
ગૃહપ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યાં હતાં મૃતકના ઘરે
ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી મૃતક કિશન ભરવાડના ઘરે પહોચ્યાં હતા અને તેઓના પરિવારને સાંત્વના આપી હતી. સાથે જ ગૃહપ્રધાન હર્ષ સઘવીએ મૃતક કિશન ભરવાડની 20 દિવસની દીકરીના માથે હાથ મૂકી પરિવારને ટૂંક સમયમાં ન્યાય મળશે તેવી ખાતરી પણ આપી હતી.
ષડયંત્ર કરી યુવકની હત્યા કરાઈ
જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મૃતક કિશન ભરવાડની હત્યાનું (Kishan Bharwad Murder Case 2022) કાવતરું અમદાવાદના જમાલપુરની મસ્જિદમાં થયું હતું. કિશનની હત્યા માટે હત્યારા શબ્બીરે પાંચ દિવસ કિશનની રેકી કરી હતી અને ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ હત્યાની ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને પોલીસ ઝડપી રહી છે અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ઘટનાના મૂળ સુધી પહોંચી રહી છે . અત્યાર સુધીની તપાસમાં મુંબઈ-દિલ્હીનું પણ કનેક્શન સામે આવ્યું છે. સુરત સહિત રાજ્યભરમાં આ અંગે વિરોધ (Kamrej Hindu Sangathan Rally ) વ્યકત થઇ રહ્યો છે.