બારડોલી: જોળવામાં 11 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા (Jolva Rape With Murder Case)ના મામલે પોલીસ દ્વારા ગુરુવારના રોજ આરોપીના રિમાન્ડ (Jolva Rape Case Accused) મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે આરોપીને સખત સજા થાય તે માટે મજબૂત પુરાવા ઊભા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જાતિનું પ્રમાણપત્ર મેળવવાની તજવીજ
બીજી તરફ પીડિત પરિવાર દલિત (Jolva Rape Case Dalit Family) હોવાની વાત સામે આવતા પોલીસે પીડિત અને આરોપી બંનેના વતનમાંથી જાતિનું પ્રમાણપત્ર મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે, જેથી અનુસુચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા (SC ST Atrocities Act)ની કલમ લગાડવી કે નહીં તે બાબત સ્પષ્ટ થઈ શકે.
બળાત્કાર બાદ બાળકીની હત્યા કરવામાં આવી હતી
ગત રવિવારના રોજ પલસાણા (Palsana Rape Case) તાલુકાના જોળવા ગામની એક બિલ્ડિંગમાં રહેતી 11 વર્ષની માસૂમ બાળકીને અવાવરુ રૂમમાં લઈ જઇ પાડોશી દયાચંદ પટેલે બળાત્કાર ગુજાર્યા બાદ તેણીની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ દયાચંદની ધરપકડ (Crime In Surat) કરી લીધી હતી. આ ઉપરાંત મદદ કરનાર અન્ય એક આરોપીની પણ અટક કરી છે.
આરોપીને રિમાન્ડ માટે આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે
પોલીસે આરોપી દયાચંદને મંગળવારના રોજ મામલતદાર સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરાયો હતો. હજી કોવિડ રિપોર્ટ (Covid 19 Report Surat) આવ્યો ન હોવાના કારણે રિમાન્ડ માટે આવતીકાલે એટલે કે ગુરુવારના રોજ પલસાણા કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવશે.