ETV Bharat / city

બંધ આંખોના બાજીગરના નામે સાત વર્લ્ડ રેકોર્ડ આઠમા વિક્રમ માટે લીધુ જોખમ

એવું માનવામાં આવે છે કે, વ્યક્તિની આંખ બંધ થાય એટલે તે કંઈ કરી શકે એમ નથી. જો કરી શકે તો વધુમાં વધુ વસ્તુ ઓળખવા સિવયા કંઈ નહીં. પણ સુરતમાં રહેતા અને મૂળ ભાવનગરના જીત ત્રિવેદીએ (Jeet Trivedi Bliend Folded Wonder Boy) બંધ આંખે સાયકલ ચલાવી છે બાઈક રાઈડ કરી છે. એટલું જ નહીં વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે એવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. જોઈએ એક ખાસ મુલલાકાત

author img

By

Published : Aug 14, 2022, 9:02 PM IST

બંધ આંખોના બાજીગરના નામે સાત વર્લ્ડ રેકોર્ડ આઠમા વિક્રમ માટે લીધુ જોખમ
બંધ આંખોના બાજીગરના નામે સાત વર્લ્ડ રેકોર્ડ આઠમા વિક્રમ માટે લીધુ જોખમ

સુરત: ભારતમાં ‘બ્લાઈન્ડ ફોલ્ડેડ વન્ડર બોય’ તરીકે પ્રખ્યાત જીત ત્રિવેદી (Jeet Trivedi Bliend Folded Wonder Boy) આંખે પાટા બાંધીને વિવિધ ક્ષેત્રમાં 7 વર્લ્ડ રેકોર્ડ (World Records From Gujarat) નોંધાવી ચૂક્યો છે. ભાવનગરનું અનેક વખત નામ રોશન કરનાર બંધ આંખ નો બાજીગર એટલે જીત ત્રિવેદી. તેની વિશેષતાની વાત કરીયે તો તેને (Mind Training in Surat) ટ્રેનિંગ દ્વારા પોતાની સેન્સને સુપર એક્ટિવ કરેલી છે. દરેક સેન્સ એકબીજાનું કામ (About Six Senth)કરે છે. જીત પોતાના આંખ બંધ કરી તેની ઉપર રૂપિયાના સિક્કા, સ્ટીલ પ્લેટ, કાળો પાટો બાંધીને દરેક વસ્તુને ઓળખી શકે છે. તેમાં માસ્ટરી મેળવીને અનેક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવી દીધો છે. પોતાના ભવિષ્ય અંગે તે કહે છે કે, ભવિષ્યમાં પણ તે લોકોને ટ્રેનિંગ આપવા માગે છે. લોકોના સબકોન્સિયસ માઈન્ડને જાગૃત કરીને મેડિટેશનમાં મદદ કરવના માગે છે.

આ પણ વાંચો: ભાવનગરના વિમલ કામ્બડની KBCમાં થઈ પસંદગી, જીવનસફર અને પરિવાર વિશે જાણો

સાત રેકોર્ડ: મૂળ ભાવનગરના વતની જીત ત્રિવેદી હાલ સુરતના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં રહે છે. તેમણે આ વર્ષે ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું છે. પોતાની સિદ્ધિ વિષે જણાવે છે કે, હું આ પહેલા પણ આંખે પાટા બાંધીને વિવિધ ક્ષેત્રમાં 7 વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છું. જેમાં મેં બ્લાઈન્ડ ફોલ્ડેડ સાયકલિંગ બોલ કેચ ફાસ્ટેસ્ટ રિડીંગ બલુન બ્લાસ્ટમાં 6 વિશ્વ વિક્રમ નોંધાવ્યા છે. આ ઉપરાંત 18680 ફૂટની ઉંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા રોડ પર બ્લાઈન્ડ ફોલ્ડેડ સ્કુટર ડ્રાઈવિંગનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે. રાજ્ય સરકારના ખેલમહાકુંભમાં ચેસ રમતમાં ત્રણ વખત જિલ્લા કક્ષાએ ત્રણ વખત પ્રથમ ક્રમે આવીને રાજ્ય કક્ષાએ ભાગ લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, હાલ હું આ ક્ષેત્રમાં રસ ધરાવતા અને સિક્સ્થ સેન્સને સતેજ કરવા ઈચ્છતા કુશળ બાળકોને, માઈન્ડ પાવર ડેવલપમેન્ટ તેમજ બ્લાઈન્ડ ફોલ્ડેડ પ્રવૃત્તિઓની તાલીમ પણ આપું છું.

આ પણ વાંચો: આઝાદીની ચળવળમાં ભાગીદાર થયેલ દેવેન્દ્ર દેસાઈએ Etv Barat સાથે કરી વાતચીત

મોટી મદદ કરશે: અંશત: કે સંપૂર્ણ અંધ વ્યક્તિઓને વિઝ્યુઅલાઈઝેશન વડે દ્રષ્ટિ વિના પણ જીવનની મહત્વની પ્રવૃત્તિઓ શીખવવા માટે મદદ કરૂ છું. માણસ પાંચ મુખ્ય ઇન્દ્રિયોમાંથી કોઈ એક ગુમાવી દે છે ત્યારે અન્ય ચાર ઇન્દ્રિયો વધુ તેજ બની જાય છે. અંધ વ્યક્તિ પાસે દ્રષ્ટિ ભલે ન હોય પણ તે બીજા અનેક ક્ષેત્રમાં કુદરતી રીતે કુશળ હોય છે. નોંધનીય છે કે, ફિટ ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે વર્ષ 2019માં તેણે આંખે પાટા બાંધીને ગાંધીનગરના મહાત્મા મંદિરથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ સુધીનું 26 કિમીનું અંતર સફળતાપૂર્વક કાપ્યું હતું. બ્લાઈન્ડ ફોલ્ડ પેઈન્ટીંગમાં પણ કુશળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.