ETV Bharat / city

JEE Mains 2022 Results : રાજ્યમાં પ્રથમ ક્માંકે આવ્યો સુરતનો વિદ્યાર્થી, મેળવ્યાં 99.99 પર્સન્ટાઈલ - Adolescent Scientific Promotion Scheme

જેઈઈ મેઈન્સ જૂન સેશન 2022નું પરિણામ (JEE Mains 2022 Results ) જાહેર થઈ ગયું છે. ત્યારે સુરતના માહિત ગઢીવાલાએ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવીને મેદાન મારી લીધું છે. હાલમાં માહિત મુંબઈ ખાતે આયોજિત કેમેસ્ટ્રી ઓલમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ (Representation of India in Chemistry Olympiad) કરી રહ્યો છે.

JEE Mains 2022 Results : રાજ્યમાં પ્રથમ ક્માંકે આવ્યો સુરતનો વિદ્યાર્થી, મેળવ્યાં 99.99 પર્સન્ટાઈલ

author img

By

Published : Jul 11, 2022, 7:15 PM IST

સુરત : આજે જેઈઈ મેઈન્સ જૂન સેશન 2022નું પરિણામ જાહેર થયું છે. જેઈઈ મેઈન્સ 2022 પરિણામમાં (JEE Mains 2022 Results ) ગુજરાત રાજ્યમાં સુરતના માહિત રાજેશ ગઢીવાલાએ 99.99 પર્સન્ટાઈલ મેળવી સુરતનું નામ રોશન કર્યું છે. માહિત હાલ મુંબઈ ખાતે આયોજિત કેમેસ્ટ્રી ઓલમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ (Representation of India in Chemistry Olympiad) કરી રહ્યા છે. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે તેમને ખબર પણ નહોતી કે તેઓએ રાજ્યમાં ટોપ કર્યું છે.

આ પણ વાંચોઃ મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ JEE એડવાન્સના રીઝલ્ટમાં રંગ રાખ્યો

કેમેસ્ટ્રી ઓલમ્પિયાડમાં તે ભારતનું પ્રતિનિધિત્વ - માહિત અગાઉ કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજનામાં (Adolescent Scientific Promotion Scheme) ઓલ ઇન્ડિયામાં ધોરણ 12માં 24 મું અને એમાં જ ધોરણ 11 માં ઓલ ઇન્ડિયા રેન્ક 26 પ્રાપ્ત કરી ચૂક્યો છે. એટલું જ નહીં એચબીસીએસઈ દ્વારા આયોજિત કેમેસ્ટ્રી ફિઝિક્સ એસ્ટ્રોનોમિક ઓલમ્પિયાડમાં ક્વોલિફાઇડ રહી ચૂક્યો છે. હાલ પણ મુંબઈ ખાતે આવેલ ભાભા એટોમિક ખાતે આયોજિત કેમેસ્ટ્રી ઓલમ્પિયાડમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ઇન્ટરનેશનલ લેવલના કેમેસ્ટ્રી ઓલમ્પિયાડમાં ભારતથી ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે જેમાંથી એક સુરતના માહિત પણ છે. માહિતે જણાવ્યું હતું કે, તેમને માત્ર ભણતર જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ વધુ રસ છે. જ્યારે પણ સમય મળે છે ત્યારે તે ફિલ્મો પણ જોવે છે. તે શરૂઆતથી જ એન્જીનિયર બનવા માંગતો હતો. જેના કારણે તેણે જેઇઇની તૈયારીઓ (JEE Mains 2022 Results ) શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ JEE અને NEETની પરીક્ષા મુદ્દે સુરતીઓનો પ્રતિસાદ

ચાર કલાક સુધી સેલ્ફ સ્ટડી કરે છે- બીજી બાજુ માહિતના પિતા રાજેશે જણાવ્યું હતું કે, તેઓ અને તેમની પત્ની બંને ડેન્ટિસ્ટ છે. તેમને ગર્વ થાય છે કે માહિતે JEE મેઈન્સમાં ગુજરાતમાં સૌથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. તે ચાર કલાક સુધી સેલ્ફ સ્ટડી કરે છે અને ડાઉટ ક્લિયર કરવા પર વધારે ફોકસ કરે છે. તે IIT કરવા માંગે છે. સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે આ પરિણામ જાહેર થયું ત્યારે તે મુંબઈમાં હતો અને તેને ખબર પણ નહોતી કે તેનું પરિણામ (JEE Mains 2022 Results ) જાહેર થઈ ગયું છે અને તેને ગુજરાતમાં સૌથી વધુ પર્સન્ટાઈલ મેળવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.