- બારડોલીના અનુપ મંડળ સામે જૈન સમાજનો વિરોધ
- અનુપ મંડળ જૈન સમાજનો દુષ્પ્રચાર કરે છેઃ જૈન સમાજ
- અનુપ મંડળ પર પ્રતિબંધ લગાવવા જૈન સમાજની માગ
સુરતઃ બારડોલીના અનુપ મંડળ સામે હવે જૈન સમાજે બાંયો ચડાવી છે. જૈન સમાજનો આક્ષેપ છે કેે, અનુપ મંડળ જૈન સમાજ વિરુદ્ધ પ્રચાર કરે છે. આ અંગે જૈન સમાજે પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપી અનુપ મંડળ સામે કાર્યવાહી કરવા પણ માગ કરી છે.
આ પણ વાંચો- violating of corona guidelines -લોક ગાયિકા સહિત 3 લોકો સામે ફરિયાદ, સાંસદ સામે કોઇ કાર્યવાહી નહીં
લાંબા સમયથી જૈન ધર્મ વિરુદ્ધ દુષ્પ્રાચાર કરવામાં આવે છેઃ જૈન સમાજ
બારડોલીના સમસ્ત જૈન સમાજ દ્વારા બારડોલી SDM વી. એન. રબારીને આવેદનપત્ર આપી અનુપ મંડળ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. અનુપ મંડળ દ્વારા જૈન સમાજ વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અનુપ મંડળના સભ્યો ગામે ગામ જઈ જૈન સમાજ વિરુદ્ધ લોકોને ભડકાવી રહ્યા હોવાનું જણાવી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
![અનુપ મંડળ જૈન સમાજનો દુષ્પ્રચાર કરે છેઃ જૈન સમાજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11996474_jainsamaj_a_gj10039.jpg)
અનુપ મંડળ વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીઓને પણ હેરાન કેર છેઃ જૈન સમાજ
જૈન સમાજના આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં આવેલા અનુપ મંડળ દાયકાઓથી તર્કહિન વાતો કરી જૈન ધર્મ, સાધુ, સંતો અને શ્રાવક સમુદાય માટે એલફેલ શબ્દોનો પ્રયોગ કરતું આવ્યું છે. આ સંગઠનના સભ્યો રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વિશેષ કરીને જોવા મળે , જેઓ વિહાર કરતા જૈન સાધુ-સાધ્વી સાથે પણ વારંવાર ગેરવર્તણૂક કરતા હોય છે. જૈન સાધુ સાધ્વીઓને રોડ પર વિહાર કરતી વખતે કચડી નાખી હત્યા કરવાનો પણ આ સંગઠન પર આરોપ લાગતો રહ્યો છે.
કોરોના વાઈરસની ઉત્પત્તિ પણ જૈન સમાજ દ્વારા કરવામાં આવી હોવાનો પ્રચાર
જૈન સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, આ અનુપ સંગઠન દ્વારા ગામે ગામ જઈને જૈન સમાજ વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જૈનોના કારણે જ ભૂકંપ, પૂર અને આતંકવાદી હમલા જેવી ઘટનાઓ બની રહી છે. ગ્લોબલ વોર્મિંગ પાછળ પણ જૈન ધર્મના અનુયાયી જ હાથ હોવાનું અને સ્વાઈન ફ્લૂ, એઈડ્સ, મલેરિયા, લકવા, ટાઈફોઈડ જેવી બીમારીઓની ઉપરાંત કોરોના વાઇરસની ઉત્પત્તિ પણ જૈનો દ્વારા જ કરવામાં આવી રહી હોવાનો પ્રચાર અનુપ મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અનુપ મંડળ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માગ
અનુપ મંડળ જૈન મંદિરો પર હુમલા કરી, ભગવાનની મૂર્તિઓને નુકસાન કરવા સહિત જૈન ધર્માવલંબી લોકોને પણ તેઓ નિશાનો બનાવતા રહ્યા છે. આ કારણોથી સમગ્ર ભારતના જૈન સંઘો વતી આ માગ ઉઠી રહી છે કે અનુપ મંડળ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી તેની સમાજ વિરોધી ગતીવિધિઓની તપાસ કરી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
બાઈટ :