- ગોવાનાં મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત સુરતની મુલાકાતે
- યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ થાય તેવી ભલામણ કરી
- ચીફ જસ્ટીસ બોબડે દ્વારા ગોવાનાં યુનિફોર્મ સિવિલ કોડની કરાઈ પ્રશંસા
સુરત: શુક્રવારે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત સુરતની મુલાકાતે હતા. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ થાય તેવી ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ. એ. બોબડે દ્વારા ગોવાના યુનિફોર્મ સિવિલ કોડની પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
1961થી ગોવામાં આ યુનિફોર્મ સિવિલ કોડનું પાલન
વર્ષ 1961થી ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. જેને 60 વર્ષ થઇ ગયા છે. બીજી બાજુ દેશની આઝાદીને 75 વર્ષ થયા બાદ પણ અત્યાર સુધી દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઇને ચર્ચા ચાલી રહી છે. અટકળો લગાવવામાં આવે છે કે, મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડ દેશમાં લાગુ કરી શકે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ. એ. બોબડે દ્વારા એક કાર્યક્રમમાં ગોવાનાં યુનિફોર્મ સિવિલ કોડની પ્રશંસા કરી હતી.
ફરી એક વખત દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઇને ચર્ચા
ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત સુરતની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવું એ જરૂરી છે. ભારતને 1947માં સ્વતંત્રતા મળી હતી. જ્યારબાદ 14 વર્ષ સુધી ગોવામાં પોર્ટુગીઝ શાસન રહ્યું હતું. વર્ષ 1961માં ગોવા સ્વતંત્ર થયું હતું. આજે જ્યારે આપણે આઝાદીના 75મું વર્ષ ઉજવી રહ્યા છે, ત્યારે ગોવાના લિબ્રેશનને 60 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1961થી ગોવામાં આ યુનિફોર્મ સિવિલ કોડનું પાલન થઈ રહ્યું છે. આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવું ખૂબ જ જરૂરી છે.
ગોવાના મુખ્યપ્રધાનની ETV Bharat સાથે EXCLUSIVE વાતચીત વાંચવા માટે અહીં ક્લિક કરો