- સુરત અને નવસારી સહિત 20 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી
- ઓફિસમાંથી 10 કરોડના હીરા બિનહિસાબી મળી આવ્યા હતા
- 10 બેન્ક લોકર અને 2 કરોડની રોકડ તથા જ્વેલરી પણ સીઝ કરવામાં આવી છે
સુરત : આવકવેરા વિભાગની ડીઆઇ વિંગ દ્વારા નવસારીના રત્નકલાકારો એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ત્યાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના ત્રણ દિવસમાં અધિકારીઓને હજારો કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. મુંબઈ, સુરત, નવસારી, વાંકાનેર અને મોરબીની ઓફિસોમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.
10 કરોડના હીરા બિનહિસાબી મળી આવ્યા
આવકવેરા વિભાગના અધિકારીઓ મુજબ મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ઓફિસમાંથી 10 કરોડના હીરા બિનહિસાબી મળી આવ્યા હતા. આવકવેરાના અધિકારીઓએ હીરાના આ લોટની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. સાથે-સાથે એસેસમેન્ટમાં તેને લગતી નોંધ કરવામાં આવી છે.
કંપની બેલ્જિયમમાં ઓફિસ ધરાવે છે
આ ઉપરાંત 40 કરોડનો ભંગાર વેચ્યો હોવાની વિગતો પણ ડોક્યુમેન્ટ સ્વરૂપે આવકવેરાના અધિકારીઓને મળી આવી છે. આ કંપની દ્વારા 40 કરોડની જમીનની લે-વેચ કરવામાં આવી હતી. તેના દસ્તાવેજ પણ આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા 10 બેન્ક લોકર અને 2 કરોડની રોકડ તથા જ્વેલરી પણ સીઝ કરવામાં આવી છે.
બેહિસાબી હીરા જપ્ત કરવામાં આવ્યા નથી
CBDTની ગાઈડલાઈન પ્રમાણે બેહિસાબી હીરા જપ્ત કરવામાં આવ્યા નથી, પરંતુ દસ્તાવેજમાં તેની વિગત નોંધી લેવામાં આવી છે. આ કંપની બેલ્જિયમમાં ઓફિસ ધરાવે છે. તે ઓફિસ સાથે પણ હીરાના સોદાઓ અંગેના ડોક્યુમેન્ટ આવકવેરા વિભાગ દ્વારા વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે.
એક ખાસ સોફ્ટવેરની મદદથી આ ચોરી પકડી
સુરતના આવકવેરા વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, કંપનીની વેપારની આખી સિસ્ટમ બે પ્રકારની હતી. એક દસ્તાવેજી વ્યવહાર બતાવવામાં આવતા હતા, જે ઓછા હતા. જ્યારે બીજુ અલગ વ્યવહાર તૈયાર કરતા હતા, દસ્તાવેજ અને કમ્પ્યુટર પર તેની એન્ટ્રી કરવામાં આવી હતી. આવક વિભાગ દ્વારા એક ખાસ સોફ્ટવેરની મદદથી આ ચોરી પકડી છે. બીજી બાજુ કંપની તરફથી કોઈપણ નિવેદન અત્યારસુધી આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો- સુરતના તરસાડીમાં ગામલોકોએ દારૂના અડ્ડા પર કરી જનતા રેડ
આ પણ વાંચો- કરંજ GIDCમાં પકડાયેલી બાયોડિઝલ બનાવતી ફેકટરી મામલે પોલીસ અધિકારીઓ પર થઈ કડક કાર્યવાહી