સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાએ ગત 6 જૂનના રોજ પ્રસુતિની પીડા ઉપડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેમએ એક બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલના સતાધીશો દ્વારા મહિલાને હોસ્પિટલમાં અને બાળકીને તેના પિતા સાથે ઘરે મોકલી આપ્યા હતા. ત્યારે બાળકીની દેખભાળ કેમ કરવી તે અંગે મુંજવણમાં મૂકાયા છે.
બાળકીને જન્મ આપ્યા બાદ માતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, બાળકી સહિત પિતાને કરાયા ક્વોરેન્ટાઇન - latest news in suart
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને બાદમાં મહિલાનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવતા મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, તો બીજી તરફ બાળકી અને મહિલાના પતિને ઘરે જ ક્વોરેન્ટાઈન કરી દેતા આઠ દિવસની બાળકીની દેખભાળ કરવી મુશ્કેલ બની છે.
બાળકી સહિત પિતાને કરાયા ક્વોરેન્ટાઇન