- 100 ટકા ફેફસા સંક્રમિત થયા હતા
- 35 વર્ષીય ઇરશાત શેખે કોરોનાને આપી માત
- 20 દિવસની સારવાર બાદ કોરોનામાંથી થયા સ્વસ્થ
ભરૂચઃ શહેરમાં રહેતા 35 વર્ષીય ઇરશાદ શેખના ફેફસા 100 ટકા સંક્રમિત હોવા છતાં સુરત શહેરની લોખાત હોસ્પિટલમાં 20 દિવસની સારવારના અંતે કોરોનાને માત આપીને હેમખેમ ઘરે પરત ફર્યા છે. ઇરશાદ શેખને લગભગ એક મહિના પહેલા ખબર પડી હતી કે તેઓ કોરોના સંક્રમિત છે, બે દિવસ સુધી ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓ સુરતની લોખાત હોસ્પિટલમાં દાખલ થયા હતા.
100 ટકા ફેફસામાં સંક્રમણ હતું. ઓક્સિજન લેવલ 60 હતું
હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર ભાવિક દેસાઈએ જણાવ્યું હતું કે, તેમને 100 ટકા ફેફસામાં સંક્રમણ હતું. ઓક્સિજન લેવલ 60 હતું NRBM માસ્ક આપવા છતાં ઓક્સિજન લેવલ 80 રહેતું હતું. જેથી તેમને 10 દિવસ બાય પેપ, આઠ દિવસ NRBM પર રાખવામાં આવ્યા હતા. સાથે તેમને રેમડેસીવીર ઇન્જેક્શન, પ્લાઝમા થેરાપી સહિત અમેરિકામાં દર્દીઓને આપવામાં આવતી દવા બેરીસિટીની અને ટોફ્સસિટીની આપવામાં આવી હતી. જે હાલ ભારતમાં ગાઇડલાઇન મુજબ આપવામાં આવતી નથી પરંતુ દર્દીની સ્થિતિ જોઈ ડોક્ટર ભાવિક દ્વારા આ દવા આપવામાં આવી.
આ પણ વાંચોઃ તાપી: જિલ્લામાં 6 નવા કેસ નોંધાયા, 20 લોકોએ કોરોનાને આપી માત
આ રોગ વિશ્વમાંથી જતો રહે
ઇરશાદ શેખે જણાવ્યું હતું કે, બે દિવસ સુધી ભરૂચમાં સારવાર લીધા બાદ તબિયત વધુ લથડતા તેમના ભાઈ દ્વારા તેમને સુરતની લોખાત હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટર અને સ્ટાફ દ્વારા જે સારવાર આપવામાં આવી છે તેના કારણે જ તેઓ સ્વસ્થ થઈ શક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચમત્કાર અંગેની વાતો સાંભળી હતી પરંતુ સ્વસ્થ થયા બાદ પ્રત્યક્ષ રીતે ચમત્કાર જોવા મળ્યા છે. માતાનું હૃદય રોગથી અવસાન થયું હતું. જ્યારે પિતાને પણ 19 ટકા કોરોના સંક્રમણ હતું. જ્યારે પિતા કોરોનાથી સ્વસ્થ થયા હતા. તેઓ અલ્લાહને દુઆ કરે છે કે આ પ્રકારનો રોગ કોઈ દુશ્મનને પણ ન થાય, આ રોગ વિશ્વમાંથી જતો રહે.
આ પણ વાંચોઃ 3 દિવસ વેન્ટિલેટર પર અને 19 દિવસ ICUમાં રહ્યા બાદ માતા વગરનું બાળક સ્વસ્થ થયું
ઓક્સિજન લેવલ 60 હોવા છતાં વેન્ટિલેટરની જરૂર પડી ન હતી
ડોક્ટર ભાવિક દેસાઈએ જણાવ્યું હતું કે, ફેફસામાં 100 ટકા કોરોના ઇન્ફેક્શન થયું હોય છતાં કોરોના મુક્ત થાય તે ખૂબ જ રેર ઘટના કહી શકાય. દર્દીના મજબૂત મનોબળ અને યોગ્ય સારવારના કારણે તેઓ સ્વસ્થ થયા છે. ઓક્સિજન લેવલ 60 હોવા છતાં વેન્ટિલેટરની જરૂર પડી ન હતી. માત્ર 35 વર્ષ ઉંમર હોવાના કારણે તેમની ઇમ્યુનિટી પણ સારી હતી. મજબૂત મનોબળથી ગંભીર સ્થિતિમાંથી તેઓ ઉગર્યા છે. તેમને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી.