- રાજ્યના ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
- ધોરણ-11માં એડમિશનને લઈને DEO કચેરી દ્વારા તપાસના આદેશ
- સુરતમાં કુલ 235 સ્કૂલોમાં તપાસ કરવામાં આવશે
સુરત: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે જોકે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કઇ રીતે આપવામાં આવશે. તેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી.પરંતુ એ પહેલા જ સુરતમાં કેટલીક સ્કૂલોમાં ધોરણ-11માં એડમિશન આપી દેવામાં આવ્યું અને ફી પણ લેવામાં આવી છે તેવી વાતોએ ખુબ જોર પકડ્યું છે. જોકે, આજે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં જિલ્લા શિક્ષણઅધિકારી સહિત 3 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
ત્રણ દિવસ પહેલા જ ETV BHARATએ DEOનાં અધિકારી અરુણ અગ્રવાલ જોડે વાત કરી હતી
ધોરણ-11માં એડમિશનને લઈને ત્રણ દિવસ પેહલા જ ETV BHARAT એ જિલ્લા શિક્ષણ ઇન્ચાર્જ અધિકારી અરુણ અગ્રવાલ જોડે આ મુદ્દે વાત કરી હતી ત્યારે તેમને ધોરણ-11ના એડમિશનને લઈને વખત તૈયારી કરવામાં આવી હોય અને નામ લખવામાં આવ્યા હોય એમ જાણવામાં આવ્યું હતું.તે સમય એમ કહ્યું હતુંકે ધોરણ-10 નો વિદ્યાર્થી તે સ્કૂલમાં હોય અને આગળ ધોરણ-11માં પણ એજ સ્કૂલમાં અભ્યાસ કરવામાં માંગતો હોય તો તે ખાલી નામ લખવામાં આવ્યું હોય એમ કોઈ શકે.ફોર્મ ભરવાની તૈયારી કરવામાં આવી હોય.પરંતુ અંતે આજે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ-11માં એડમિશન લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સરકારના આદેશ પહેલા જ સુરતમાં ધોરણ 11માં એડમીશન, જિલ્લા શિક્ષણ અધિકારી મૌન
DEO કચેરીના ઇન્ચાર્જ અધિકારી દ્વારા એમ કહેવામાં આવ્યા
DEO કચેરીના ઇન્ચાર્જ અધિકારી અરુણ અગ્રવાલ દ્વારા એમ કહેવામાં આવ્યુંકે ધોરણ-11માં એડમિશનની વાત તમે પણ અમને જણાવ્યું હતું અને બહારથી પણ અમને આ અંગે માહિતી મળી હતી કે સુરતની ઘણી સ્કૂલોમાં અંદરો-અંદર ધોરણ -11નું એડમિશન આપી દેવામાં આવ્યું છે.અને એવું પણ બની શકે કોઈ સ્કૂલ દ્વારા ફીસ પણ લેવામાં આવી હોય એમ અને જો કોઈ આવી સ્કૂલ અમારા નજરમાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.સુરતમાં કુલ 235 સ્કૂલોમાં તપાસ કરવામાં આવશે અને આની માટે DEO કચેરી દ્વારા પોતાની ટીમ પણ બનાવામાં આવી છે.હવે તપાસ કરવામાં આવશે.