- સુરતના વિદ્યાર્થીઓનું પ્રેરક કાર્ય
- બે વિદ્યાર્થીઓએ હેન્ડમેડ ડ્રોન બનાવ્યું
- ખેડૂતોને ધ્યાનમાં રાખીને બનાવ્યું ડ્રોન
- દોઢ કિમી રેન્જવાળું 1.5 કિલોનું ડ્રોન વિમાન તૈયાર કર્યું
સુરતઃ સુરતના બે વિદ્યાર્થીઓએ માત્ર રૂ.25 હજારના ખર્ચે દોઢ કિમીની રેન્જવાળું ડ્રોન તૈયાર કર્યું છે. આ પ્રથમ ડ્રોન તેઓએ પોતાના હાથેથી તૈયાર કર્યું છે 19 વર્ષીય નીરવ લખાણી અને 24 વર્ષીય મયૂર ઠુમમરે આ ઉંમરે આ કરામત કરી બતાવી છે. સૌથી અગત્યની વાત એજ કે આ બંને લોકડાઉન દરમિયાન આ ડ્રોન તૈયાર કર્યું હતું. દોઢ કિમી રેન્જ વાળું 1.5 કિલોનું ડ્રોન વિમાન તૈયાર કર્યું છે. જેમાં 1 મહિનાનો સમય લાગ્યો હતો. તેને તૈયાર કરવાનો ખર્ચ 25 હજાર રૂપિયા જેટલો થયો હતો.બે વિદ્યાર્થીઓએ હેન્ડમેડ ડ્રોન બનાવ્યું
- દેશને એક સ્વદેશી ડ્રોન આપવા માગતાં હતાં
આ અંગે નીરવ લખાણીએ જણાવ્યું હતું કે દેશમાં જે પણ ડ્રોન આવે છે તે વિદેશી કંપની દ્વારા આવતું હોય છે. જેની કિંમત એક લાખથી પણ વધુ હોય છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અમે દેશને એક સ્વદેશી ડ્રોન આપવા માંગતા હતાં. તેથી અમે ધીમે ધીમે ડ્રોન માટે જે પણ ઉપકરણની જરૂરિયાત હતી. તે ભેગા કરવાની શરૂઆત કરી અને તે દરમિયાન લોકડાઉન થઈ ગયું હતું. લોકડાઉન દરમિયાન જ ડ્રોન તૈયાર કર્યું છે. ત્રણ વખત આખું ડ્રોન બન્યા પછી તૂટી ગયું હતું. ત્યારબાદ ચોથા પ્રયાસમાં ડ્રોન સફળતાપૂર્વક બન્યું હતું.દોઢ કિમી રેન્જવાળું 1.5 કિલોનું ડ્રોન વિમાન તૈયાર કર્યું
- ખેડૂતો સહેલાઈથી ડ્રોન વાપરી શકે
જ્યારે મયૂર ઠુમ્મરે જણાવ્યું હતું, ખેડૂતો આ સહેલાઈથી ડ્રોન વાપરી શકે છે. આ ડ્રોન દોઢ કિલો વજન ઊંચકીને દોઢ કિલોમીટર સુધીની રેન્જમાં ફરી શકે છે. આટલું જ નહીં ખેડૂતો આ ડ્રોન થકી પોતાના ખેતરમાં દવાનો છટકાવ પણ કરી શકે. સાથે કોવિડમાં જે લોકો દર્દીઓ પાસે નથી જઈ શકતાં તેઓ પણ તેને સુવિધા આપવી હોય તો આ ડ્રોન થકી આપી શકે છે.
- ચેનલ પણ શરૂ કરી
સુરતના વેડ રોડ ખાતે આવેલા ગુરુકુળ શાળાના બંને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા હેન્ડમેડ ડ્રોન જોઈ શાળા સંચાલકો પણ ખૂબ જ આનંદ વ્યક્ત કરી રહ્યાં છે. આ બંને વિદ્યાર્થીઓએ પોતાની સિદ્ધિ લોકો સુધી પહોંચાડવા માટે youtube ચેનલ પણ શરૂ કરી છે. જેમાં તેઓ પોતાના સંશોધનોનો વિડીયો મુકતા હોય છે.
આત્મનિર્ભર ભારતથી પ્રેરિત થઈ સુરતના બે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયું હેન્ડમેડ ડ્રોન - હેન્ડમેડ ડ્રોન
આંતરરાષ્ટ્રીય બજારથી દેશમાં આવતા ડ્રોનની કિંમત જોઈ સુરતના બે વિદ્યાર્થીઓએ ભારતને સસ્તા ડ્રોન મળી રહે એ માટે હેન્ડમેડ ડ્રોન બનાવી દીધું છે. આત્મનિર્ભર ભારતથી પ્રેરિત થઈ આ બંને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા આ ડ્રોનનું નામ DEVSKY v.1.1 રાખવામાં આવ્યું છે. ડ્રોન ઇમરજન્સી સેવા અને ખેડૂતો મેળવી શકે તે હેતુથી ડ્રોનને તૈયાર કરવામાં આવ્યાં છે.

આત્મનિર્ભર ભારતથી પ્રેરિત થઈ સુરતના બે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયું હેન્ડમેડ ડ્રોન