આ ભારતીયો સાઉદી અરબની એક કંપનીમાં નોકરી કરે છે. જે લોકોને ભારત પરત આવવું છે, પરંતુ તેઓ પરત આવી શકે તેમ નથી. કારણ કે, ત્યાંની વર્ક પરમીટ જે પૂર્ણ થઈ ગઈ છે તેને કંપની દ્વારા રીન્યુ કરી અપાતી નથી. તેથી આ મૂળ ભારતીયો અરબમાં ફસાયા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોષ ગામના કલ્પેશ લાડ અને ભીખુ પટેલ પણ ત્યાં ફસાયની વાત મળતા જ પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું છે. સાઉદી અરબની આ કંપની દ્વારા છેલ્લા 7 થી 8 મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી અને જે પરિવારની પરિસ્થિતિ સુધારવા માટે ઘરથી હજારો કિલોમીટર દૂર વિદેશમાં નોકરી માટે ગયેલા ઘરના મોભી જ જો આવી રીતે વિદેશમાં ફસાય જાય તો, ઘરની પરિસ્થિતિ શું હશે તે તો વિચારીને જ ખબર પડી જાય.
હાલ તો, વિદેશમાં ફસાયેલા કલ્પેશ લાડ અને ભીખુ પટેલ ત્યાંની લેબર કોર્ટમાં કેસ કરી માદરે વતન પરત આવવા માટેની કાયદાકીય લડત લડી રહ્યા છે. તો બીજી તરફ કોષ ગામે રહેતો પરિવાર, ઘરનું સદસ્ય હેમખેમ ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.