સુરત : છ મહિનાથી કોરોના દર્દીઓની જીવના જોખમે સેવા કરવામાં વ્યસ્ત તબીબો ઉપર ભૂજ, ગોંડલ, ગાંધીધામ, ગીર સોમનાથ જામનગર, બોટાદ, ગોધરા તથા અન્ય જિલ્લાના કલેકટરો દ્વારા જોહુકમીવાળા આદેશો આપવામાં આવી રહ્યાં છે તેને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતે તાનાશાહી ગણાવ્યાં છે.
આ આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના પ્રમુખ ડૉ ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે હાલમાં પ્રવર્તમાન વૈશ્વિક મહામારી કોવિડ 19માં ઇન્ડિયન મેડીકલ એસોસિએશન સરકાર સાથે ખભેખભા મિલાવીને છેલ્લાં કેટલાક મહિનાઓથી કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને અન્ય સ્વાસ્થ્ય કર્મીઓની સેવાને બિરદાવી છે. કોરોના દર્દીઓની સેવા કરતાં કરતાં તબીબો સંક્રમિત થયાં છે અને તેમના કેટલાક તબીબોના દુઃખદ અવસાન પણ થયાં છે. પરંતુ કોરોનાની મહામારી સમયે તબીબો સાથે આ જિલ્લાના કલેકટર દ્વારા જે વર્તન ખૂબ જ નિંદનીય છે.