સુરતઃ દેશની આઝાદીમાં અનેક વિરાંગનાઓનો સિંહફાળો રહ્યો છે. અત્યારે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી (Azadi ka Amrit Mahotsav) કરી રહ્યો છે. ત્યારે આ પર્વ પર અનેક વિરાંગનાઓને યાદ કરવામાં આવી રહી છે. અત્યારે પણ અનેક વિરાંગનાઓ પોતાના જીવના જોખમે દેશ અને લોકોની રક્ષા કરી રહી છે. આવા જ એક વિરાંગના, મર્દાની અધિકારી છે RFO અશ્વિના પટેલ (Intrepid RFO Ashwina Patel), આવો જાણીએ તેમના વિશે આ અહેવાલમાં.
મહિલાઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન - વાત જ્યારે જંગલ ખાતાની થાય ત્યારે અહીં પણ મહિલાઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. આમાંથી એક છે તાપી ડિવિઝનના ખેરવાડા રેન્જના RFO અશ્વિનાબેન પટેલ (Intrepid RFO Ashwina Patel). તેઓ લાકડા ચોર માફિયાઓ (Stealing wood in forest) સામે તેઓ એકલા બૂલેટ પર જંગલ એરિયામાં પેટ્રોલિંગ (Patrolling of women RFO in forest areas) કરે છે. આજ દિન સુધી તેમની ઉપર 3 વાર લાકડાચોરોએ હુમલા પણ કર્યા છે. આ જંગલોમાં હિંસક પ્રાણીઓની સંખ્યા (Number of predatory animals in forests) વધારે છે. તેનો પણ તેઓ બહાદુરીથી સામનો કરે છે.
લોકો કરે છે પ્રશંસા - 10,200 હેક્ટર જંગલમાં રહેતા લોકો અને લાકડા ચોરથી (Stealing wood in forest) જંગલનું રક્ષણ એક મહિલા વન અધિકારી કરે છે. તાપી ડિવિઝન ખેરવાડા રેન્જના RFO અશ્વિનાબેન પટેલની (Intrepid RFO Ashwina Patel) બહાદુરી અને તેમની કર્તવ્યનિષ્ઠા અંગે આ વિસ્તારના લોકો ખૂબ જ પ્રશંસા કરતા હોય છે. જાણીને આશ્ચર્ય થશે કે, એક મહિલા અધિકારી અશ્વિનાબેન પટેલ વિશાળકાય જંગલની સુરક્ષા કરવા માટે તેઓ એકલાં બૂલટ પર પેટ્રોલિંગ (Patrolling of women RFO in forest areas) કરવા નીકળી જાય છે. જંગલની સુરક્ષા આ મહિલા અધિકારીના જીવનનું લક્ષ્ય છે.
આ પણ વાંચો- મંગળયાન અને ચંદ્રયાન પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવનારાં ગુજરાતી વૈજ્ઞાનિક મિનલ રોહિતની અનોખી સિદ્ધિ
ત્રણ વખત થયો જીવલેણ હુમલો - જંગલમાં જે રીતે કેટલાક માફિયાઓ દ્વારા લાકડાની ચોરી કરવામાં (Stealing wood in forest) આવતી હોય છે. તેને રોકવા તેઓ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. ત્રણ વખત તેમની ઉપર જીવલેણ હુમલો પણ થયો છે. તેમ છતાં તેમનો સાહસ દિવસેને દિવસે વધી રહ્યો છે. દિપડા સહિત અન્ય જંગલી જાનવરોની સંખ્યા અહીં વધારે છે. ક્યારે પણ હિંસક પ્રાણી હુમલો કરી શકે છે, પરંતુ એ બધું ભૂલીને એકલાં બૂલેટ પર જંગલની રક્ષા કરવા માટે RFO અશ્વિનાબેન પટેલ (Intrepid RFO Ashwina Patel) પેટ્રોલિંગ કરવા (Patrolling of women RFO in forest areas) માટે નીકળી જાય છે. માત્ર જંગલની સુરક્ષા જ નહીં, પરંતુ તેની જાળવણી માટે પણ તેઓ કાર્યરત્ છે. જંગલમાં ઔષધિ અને વૃક્ષોની સંખ્યા વધે આ માટે નર્સરીની પણ શરૂઆત કરી છે.
આ પણ વાંચો- કોણ છે પ્રિયા ? કે જેના એક પત્રએ હજારો મહિલાઓને સેનામાં જોડાવવાનો મોકો મળ્યો
વરસાદમાં પેટ્રોલિંગ કરવું ખૂબ અઘરું- RFO અશ્વિનાબેન પટેલે (Intrepid RFO Ashwina Patel)જણાવ્યું હતું કે, વ્યારા જંગલમાં ગીચ વિસ્તાર વધારે છે. અહીં સરકારી ગાડીથી પેટ્રોલિંગ (Patrolling of women RFO in forest areas) કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આથી હું બુલેટ પર પેટ્રોલિંગ કરવા માટે નીકળી જાઉં છું. આ મારું પેશન છે, જેને હું મારી ડ્યૂટી માટે પણ ઉપયોગ કરું છું. ખીણ વિસ્તાર અને ખાસ કરીને વરસાદમાં પેટ્રોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ પડી જતી હોય છે. અનેક વાર એવું પણ બને છે કે, અચાનક જ અમને કોઈ લાકડા ચોર અંગેની (Stealing wood in forest) માહિતી મળે છે. હું મારા સ્ટાફને જાણ કરીને બૂલેટથી જ સ્થળે પહોંચી જાઉં છું, જેથી ઝડપી અમે કાર્યવાહી કરી શકીએ. મારી વરદી માટે અભિમાન છે. એ પહેરતાંની સાથે જે સાહસ આપણે આપ આવી જાય છે.
ચોરી કરવા માટે મહારાષ્ટ્રથી લોકો આવે છે - RFO અશ્વિનાબેન પટેલે (Intrepid RFO Ashwina Patel) વધુમાં જણાવ્યું હતું કે, અહીં કિંમતી લાકડાઓ હોય છે, જેની ચોરી (Stealing wood in forest) કરવા માટે મહારાષ્ટ્રથી લોકો આવે છે અને અહીંના સ્થાનિકોને ગેરમાર્ગે દોરી તમામ માહિતીઓ મેળવે છે. અમે અહીંના લોકોને પણ સમજાવીએ છીએ અને એક વાર અમારી ઉપર હુમલો થયો છે. હું મહિલા અધિકારી છું એટલે પુરૂષો મહિલાઓને આગળ કરીને હુમલો કરાવે છે.
40થી વધુ ઔષધિ બીજ - તેમણે વધુમાં ઉમેર્યું હતું (Intrepid RFO Ashwina Patel) કે, મને બાળપણથી જ અબોલ પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે લાગણી હતીય મારા વિસ્તારમાં 87 જેટલા રેર બીજ એકત્રિત કર્યા છે. આમાં 40થી વધુ ઔષધિ બીજ છે. જંગલમાં વૃક્ષોની સંખ્યા વધી રહે અને પ્રકૃતિની જાળવણી થાય આ માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ.