- PVS શર્મા ઈન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારી છે
- આવકવેરા વિભાગ દ્વારા શર્માના ઘરે રેડ કરવામાં આવી હતી
- આકાકવેરા વિભાગે ઉમરા પોલીસ મથકમાં શર્મા વિરુદ્ધ ફરિયાદ નોધવી
સુરત: PVS શર્મા શહેર ભાજપના ઉપપ્રમુખ છે સાથે જ તેઓ ઈન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારી પણ રહી ચૂક્યા છે. 25 દિવસ પહેલા આવકવેરા વિભાગ દ્વારા શર્માના ઘરે રેડ કરવામાં આવી હતી. રેડ દરિમયાન અનેક દસ્તાવેજ મળી આવ્યા હતા, જે અંગે તપાસ શરૂ કરાતા અનેક ગોટાળા સામે આવ્યા હતા. જેથી આવકવેરા વિભાગે ઉમરા પોલીસ મથકમાં શર્મા સામે ફરિયાદ નોધવી હતી. ત્યારબાદ શર્માએ નવસારી ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ઘરે અને ઓફિસે ED દ્વારા તપાસ કરવામાં આવી
જો કે હાલ તેમની સારવાર ચાલી રહી છે, આ વચ્ચે ઇન્કમ ટેક્સની રેડથી શરૂ થયેલી તપાસમાં હવે ED પણ જોડાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. ED દ્વારા હવે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શર્માના ઘરે અને ઓફિસે ED દ્વારા તપાસ કરવામાં આવી છે. બોગસ બીલિંગ મામલે એન્ફોર્સમેન્ટ ડીરોકટોરેટ દ્વારા તપાસ શરૂ થઈ ગઈ છે. PVS શર્મા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધવામાં આવ્યો
સુરત આવકવેરા વિભાગ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા વિભાગના અધિકારી પીવી શર્મા સહિત 2 લોકો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે આવકવેરા વિભાગના સુરતના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટ-1ના ડો.પેમૈયા કેડીએ જણાવ્યું હતું કે, તમામે આર્થિક લાભ મેળવવા માટે અખબાર પ્લેઝર બુકમાં ખોટી એન્ટ્રીઓ બતાવી હતી.
મેજર્સ સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડ શરૂ કરી હતી
જ્યારે ફરિયાદી અધિકારીએ જણાવ્યું હતું કે, પીવી શર્મા અને સીતારામ આડુંકિયાએ એક બીજાના મદદથી ષડયંત્ર રચી ઉધના દરવાજા ખાતે આવેલા સવેરા કોમ્પલેક્ષમાં મેજર્સ સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડ શરૂ કરી હતી. આ કંપની વર્ષ 2008થી 21 ઓક્ટોબર 2020 સુધી ચલાવવામાં આવી હતી.