સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં લગ્નપ્રસંગમાં જમ્યા પછી 92 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર (Incident of food poisoning in Katargam of Surat) થઈ હતી. તો તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ ઘટના પછી આરોગ્ય તંત્ર દોડતું (Surat Health Department) થયું છે.
આરોગ્યની ટીમ દોડતી થઈ - કતારગામ વિસ્તારમાં આવેલી ઘનશ્યામપાર્ક સોસાયટીના લોકો નજીકમાં આવેલા નિત્યાનંદ ફાર્મ ઉપર લગ્નપ્રસંગ યોજાયો હતો. અહીં ભોજન કર્યા પછી 92 જેટલાં લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જ્યારે 42 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સોસાયટીમાં દોડી આવી હતી. આરોગ્યની ટીમે (Surat Health Department) સોસાયટીમાં ડોર ટૂ ડોર (Door to door health checkup) તમામ લોકોના ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. જોકે, લગ્ન પ્રસંગમાં બહાર ગામથી આવેલ લોકોને પણ ફૂડ પોઈઝનિંગ થયું હતું.
આ પણ વાંચો- બનાસકાંઠા : ધાનેરામાં એક જ પરિવારના 6 લોકોને food poisoning, 2ના મોત
46 જેટલા લોકો શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ - જ્યારે અન્ય 46 જેટલા લોકો શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ તમામની સ્થિતિ હાલમાં સ્થિર છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરતા જે મહેમાનો આવ્યા હતા. તેમણે પણ લગ્ન પ્રસંગનું ભોજન લીધું હતું. અંતે પ્રાથમિક તપાસમાં આ જ કારણ લાગી રહ્યું છે. આ તમામને ફૂડ પોઇઝનિંગ (Incident of food poisoning in Surat) થયું છે. અત્યારે તમામ ફૂડના (Incident of food poisoning in Katargam of Surat) સેમ્પલ લેવાઈ રહ્યા છે.