- કોરોના સામેની જંગમાં સુરતના આઈસોલેશન સેન્ટર આશીર્વાદ રૂપ બન્યા
- સુરત શહેરમાં 30થી વધુ આઇસોલેશ સેન્ટર કાર્યરત
- તમામ આઇસોલેશન સેન્ટરનો ડેથ રેશિયો ઝીરો, રીકવરી રેટ 100 ટકા
સુરત : માર્ચના અંતમાં શહેરમાં કોરોના સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું નવા સ્ટ્રેનના કારણે પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ થઇ રહ્યા હતા. સુરતમાં રોજે 2500થી વધું પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા હતા આવી પરિસ્થિતિમાં જ્યાં સરકારી અને ખાનગી હોસ્પિટલના બેડ ફૂલ થઇ રહ્યા હતા અને દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે સુરતના અનેક ટ્રસ્ટને વ્યક્તિઓ આવી કપરી પરિસ્થિતીમાં સહભાગી બનવા માટે કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોની શરૂઆત કરી હતી. આ તમામ સેન્ટરોમાં દર્દીઓને ઓક્સિજન દવા અને બેડ સહિતની તમામ મેડિકલ સુવિધાઓને નિશુલ્ક આપવામાં આવી રહી છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો આ સેન્ટરોની સંખ્યા 30 થી પણ વધારે છે. આ તમામ 30 કોવિડ આઇસોલેશન સેન્ટરોના કારણે સુરતની કફોડી સ્થિતિ થતા અટકી ગઈ હતી. આ તમામ કોવિડ આઇસોલેશન સેન્ટરો પર પર્યાપ્ત સુવિધા અને વ્યવસ્થા માટે રાજ્ય સરકારે વનવિભાગના અધિકારી દિનેશ રબારી ને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે.
આ પણ વાંચો : સુરતમાં નિ:શૂલ્ક ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર’ની સંખ્યા આજે 17 થઈ
ઓક્સિજનની કોઈ અછત નહીં
તેઓએ જણાવ્યું હતું કે દરેક દર્દી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે મેડીકલ તપાસ કરાવાય છે જુઓ દર્દી ક્રિટિકલ અવસ્થામાં હોય તો તેને પાલિકાના કોટા અથવા સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલી આપવામાં આવે છે અત્યાર સુધી આવા માત્ર 188 કેટલા દર્દીઓ છે બાકીના ત્રણ હજારથી વધુ દર્દીઓ આ સેન્ટરોમાં સાજા થયા છે.આ આઇસોલેશન સેન્ટરોમાં ઓક્સિજનની કોઈ સમસ્યા નથી.
પરપ્રાતિંય પણ મેળવી રહ્યા છે સારવાર
શુક્રવાર સુધી 525 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે તેમાંથી 380 દર્દીઓ સુરતના છે જ્યારે 145 દર્દીઓ સુરત બહારના છે. સેન્ટરો પર સૌથી વધારે સુરતના લોકોએ સારવાર લીધી છે અને ત્યાર બાદ સૌરાષ્ટ્રના દર્દીઓ પણ અહીં આવીને સારવાર મેળવી રહ્યા છે એટલું જ નહીં સુરતમાં વસતા પરપ્રાંતીય લોકો પણ આ સેન્ટરમાં સારવાર મેળવે છે. અનેક કિસ્સાઓમાં યુપી અને બિહારના દર્દીઓ પણ અહીં આવીને સારવાર મેળવી ચૂક્યા છે.. મૂળ ઉત્તરાખંડ, કોલકત્તા ,બિહાર ,યુપી, ઝારખંડ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વગેરે રાજ્યના દર્દીઓને પણ સારવાર આપી સાજા કરાયા છે.
આ પણ વાંચો : લુણાવાડામાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા 6 દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
ધાર્મિક તેમજ અન્ય પ્રોગ્રામ બતાવામાં આવતા હતા
દિનેશ રબારી એ વધુમાં જણાવ્યું હતું કે કેયલક સેન્ટરો પર દર્દીઓને અને પોઝિટિવિટી મળી રહે તે માટે સ્ક્રીન પણ લગાડવામાં આવી હતી જેમાં ધાર્મિક તેમજ અન્ય પ્રોગ્રામ બતાવામાં આવતા હતા. કેટલાક સેન્ટરોમાં યોગા તો કેટલાક સેન્ટરોમાં પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા. અનેક વૃદ્ધો અને યુવાઓએ આઈસોલેશન સેન્ટરમાં રહીને કોરોનાને માત આપી છે.